(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના કયા ધારાસભ્યએ કોરોના મુદ્દે રૂપાણી સરકાર ભેદભાવ રાખતી હોવાની આપી ચીમકી, જાણો વિગત
ધોરાજી ઉપલેટાના કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોના મુદ્દે રૂપાણી સરકાર ભેદભાવ રાખતી હોવાની ચીમકી ઉચ્ચારી હતી. લલિત વસોયાએ કહ્યું, કોરોનાની સારવારમાં તંત્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો વચ્ચે ભેદભાવ રાખે છે. અનેક રજુઆત પછી પણ સરકારી તંત્ર કે સરકાર દ્વારા કોઇ હકારાત્મક જવાબ કે પશ્રનનો ઉકેલ આવ્યો નથી.
રાજકોટ: રાજ્યમાં કોરોનાએ તાંડવ કરવાનું શરૂ કર્યુ છે. રોજ કોરોનાના કેસ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હાલત ખરાબ છે. ધોરાજી ઉપલેટાના કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કોરોના મુદ્દે રૂપાણી સરકાર ભેદભાવ રાખતી હોવાની ચીમકી ઉચ્ચારી હતી.
લલિત વસોયાએ કહ્યું, કોરોનાની સારવારમાં તંત્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો વચ્ચે ભેદભાવ રાખે છે. અનેક રજુઆત પછી પણ સરકારી તંત્ર કે સરકાર દ્વારા કોઇ હકારાત્મક જવાબ કે પશ્રનનો ઉકેલ આવ્યો નથી. ધોરાજી ઉપલેટા અને જામકંડોણા વિસ્તારની સરકારી અને સરકારે માન્યતા આપેલ કોવિડ હોસ્પિટલના 900 રેમડેસિવિર ઇંજેક્શન સામે સરકારે ફક્ત 33 ઇંજેક્શન ફાળવ્યા છે.
તેમણે એમ પણ કહ્યું ડોક્ટરો પૂરા ખંતથી પોતાની ફરજ બજાવી રહ્યા છે પરંતુ સરકારી તંત્ર ક્યાંકને ક્યાંક ઉણું ઉતર્યું છે. સરકારે હવે આ વિષયને અત્યંત ગંભીરતાથી લેવો પડશે અન્યથા આવી પરિસ્થિતિમાં પણ ધોરાજી ઉપલેટાની જનતા જનાર્દનને સાથે રાખી આંદોલન શરૂ કરવું પડશે.
ધોરાજી પંથકમાં કોરોના પોઝિટિવ સંક્રમણ વધ્યું છે અને દરરોજ 200થી વધારે કેસ, સ્મશાનોમાં અંતિમ વિધીનો આંકડો વધ્યો છે જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે તંત્ર વાહકો દ્વારા ઈન્જેકશન ,ઓક્સિજન સારવાર માટે ભટકતાં સામાન્ય લોકોની વેદના હળવી કરવા નક્કર વ્યવસ્થા કરવા માગ ઉઠી છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.