શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રની કઈ પાલિકા કોંગ્રેસે 25 વર્ષ પછી કબ્જે કરી? જાણો કોણ બન્યા પ્રમુખ-ઉપપ્રમુખ?
ખેડબ્રહ્મા પછી ભાવનગરમાં તળાજા પાલિકા પણ કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તળાજા પાલિકામાં 25 વર્ષ પછી કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે.
ભાવનગરઃ ગુજરાતમાં આજે અનેક પાલિકાઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે ભાજપ માટે બે પાલિકાથી માઠા સમાચાર સામે આવ્યા છે. ખેડબ્રહ્મા પછી ભાવનગરમાં તળાજા પાલિકા પણ કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તળાજા પાલિકામાં 25 વર્ષ પછી કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે.
તળાજા પાલિકાના પ્રમુખ તરીકે વિનુભાઈ વેગડ અને ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ વાળાની વરણી કરવામાં આવી છે. જોકે, ભાવનગરની ગારિયાધાર નગરપાલિકા ભાજપે સત્તા મેળવી છે. છેલ્લા 10 દિવસથી ભાજપ - કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ કાત્રોડિયા અને ઓધાભાઇ પરમારે 17 મતે જીત મેળવી છે. ગારિયાધાર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement