શોધખોળ કરો
Advertisement
કુંવરજી બાવળિયાએ કોળી સમાજના ગુજરાત અધ્યક્ષ પદેથી કોને હટાવતા થયો ભડકો, જાણો વિગત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કુંવરજી બાવળિયાના એક પત્રથી કોળી સમાજમાં વિવાદ સર્જાયો છે.
રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કુંવરજી બાવળિયાના એક પત્રથી કોળી સમાજમાં વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ ગુજરાત કોળી સમાજના પ્રમુખ ચંદ્રકાંત પીઠાવાલાને પદ પરથી દૂર કર્યા છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે લેટર પેડનો ઉપયોગ સમાજના ઉત્કર્ષને બદલે રાજકીય રીતે કરવામા આવ્યો છે.
જો કે ચંદ્રવદનભાઈએ કુંવરજી બાવળિયાના પત્રને ગેરબંધારણીય ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે કુંવરજી બાવળિયાનો કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન મહિનામાં જ પૂર્ણ થઈ ગયો છે અને તેમની પાસે કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી. થોડા દિવસ પહેલા ખેડુત આંદોલન અને LRDના જવાનોને પીઠવાલાએ ટેકો આપ્યો હતો.
ચંદ્રકાંત પીઠાવાલા લેટરપેડનો ઉપયોગ સમાજના ઉત્કર્ષને બદલે રાજકીય રીતે કરતા હોવાનો આરોપ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ લગાવ્યો છે. 8 દિવસ પહેલા પીઠાવાલાને નોટિસ આપી આ અંગે ખુલાસો માંગ્યો હતો. જેનો જવાબ ન આપ્યો હોવાનો દાવો કુંરવજીભાઈએ કર્યો છે. આ સાથે સમાજને નુકસાન થાય તેવા નિર્ણય ચંદ્રકાંત પીઠાવાલા કરતા હોવાનો આરોપ કુંવરજી બાવળિયાએ લગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion