શોધખોળ કરો

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર

Bageshwar Dham Sarkar: રાજકોટના દિવ્ય દરબારમાં ધુણવાની ઘટનાથી તંગદિલી, પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ આ ઘટનાને 'પ્લાન્ટેડ ઢોંગ' ગણાવી પોલીસ કેસની માંગ કરી અને બાબાને ખુલ્લી ચેલેન્જ આપી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાએ ધુણી મીડિયા પર હુમલો કર્યો.
  • શાસ્ત્રી મૂકપ્રેક્ષક રહ્યા, પાટીદાર આગેવાને અંધશ્રદ્ધાનો આરોપ લગાવ્યો.
  • પાટીદાર આગેવાને પોલીસ કાર્યવાહી, ચર્ચા માટે શાસ્ત્રીને પડકાર્યા.
  • આયોજકોએ કહ્યું, લોકો મંત્રો સાંભળી પોતાની મેળે ધુણવા લાગ્યા.

Dhirendra Shastri Rajkot controversy: રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો 'દિવ્ય દરબાર' હાલ ભારે વિવાદોમાં ઘેરાયો છે. દરબારમાં બાબાના એક હુંકાર બાદ લોકો અચાનક ધુણવા લાગ્યા હતા અને એક મહિલાએ 'પ્રેત' આવ્યાના નામે હાજર લોકો તેમજ મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ આખી ઘટના દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી માત્ર મૂકપ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા હતા. આ ઘટનાને લઈને પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ બાબા પર અંધશ્રદ્ધા ફેલાવીને આર્થિક લાભ લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ, આયોજકો આ સમગ્ર મામલે બચાવની મુદ્રામાં આવી ગયા છે.

હુંકાર, ઉત્તેજના અને ધુણતી મહિલાનો આતંક

અહેવાલો મુજબ, રાજકોટના દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કંઈક આહવાન કે હુંકાર કર્યો હતો. આ અવાજ સાંભળતા જ દરબારમાં બેઠેલા કેટલાક લોકોમાં અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ અને તેઓ જોરજોરથી ધુણવા લાગ્યા. આ જ સમયે એક મહિલા વધારે ઉગ્ર બની ગઈ. જાણે તેના પર કોઈ પ્રેત કે ભૂત આવ્યું હોય તેમ તેણે ત્યાં હાજર અન્ય લોકો અને કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો.

માહોલ એટલો બગડી ગયો કે કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આખરે એક સ્થાનિક પત્રકારે હિંમત દાખવીને પેલી મહિલાને કાબૂમાં લીધી (તેનું બરાબરનું ભૂત ઉતાર્યું). આ બધો જ તમાશો ચાલી રહ્યો હતો છતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી તેને રોકવાનો કોઈ જ પ્રયાસ ન કર્યો.

પુરુષોત્તમ પીપળિયાનો રોષ: "જો ડાયપર ન બગાડાવી દઉં તો કહેજો"

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સહકારી અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ આ આખા ખેલને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે.

ગંભીર આરોપ: તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવ્યો કે આ બધું અંધશ્રદ્ધા ફેલાવીને પૈસા કમાવવાનું પૂર્વનિયોજિત કાવતરું (પ્લાન્ટેડ ઢોંગ) છે. ડાકણ અને પિશાચિનીના નામે લોકો પાસે ઢોંગ કરાવાયો છે.

પોલીસ કાર્યવાહીની માંગ: પીપળિયાએ પોલીસને અપીલ કરી છે કે આ બાબતે તાત્કાલિક 'સુઓમોટો' (suo moto) કેસ દાખલ થવો જોઈએ.

ખુલ્લી ચેલેન્જ: તેમણે સોશિયલ મીડિયા પર બાબાને ખુલ્લી ચેલેન્જ આપતા લખ્યું કે, "જો તમારામાં તાકાત હોય તો કોઈ પણ પસંદગીના ન્યૂઝ સ્ટુડિયોમાં મારી સાથે સામસામે ચર્ચા કરવા આવો, જો ચર્ચામાં હું તમારું ડાયપર ન બગાડાવી દઉં તો કહેજો."

પીપળિયાએ એક નાના બાળકને ધુણાવવાની નિમ્ન કક્ષાની હરકતની ટીકા કરી હતી અને આ કાર્યક્રમમાં હાજર રહેલા નગરશેઠો તેમજ કલાકારોની પણ આકરી ઝાટકણી કાઢી હતી.

આ પણ વાંચોઃ રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

આયોજકોનો બચાવ: "અમે કોઈને આમંત્રણ નહોતું આપ્યું"

વિવાદ વકરતા જ હનુમાન કથાના આયોજકો બચાવમાં આવ્યા છે. આયોજક મંગેશ દેસાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈને પણ ધુણવા માટે આમંત્રણ નહોતું આપ્યું. બાબા મંચ પરથી માત્ર મંત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આ મંત્રો સાંભળીને લોકો પોતાની મેળે જ ધુણવા લાગ્યા હતા. આ ઘટનામાં ધીરેન્દ્ર શાસ્ત્રી કે આયોજકોનો કોઈ જ વાંક નથી.

Frequently Asked Questions

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં કયો વિવાદ સર્જાયો હતો?

ધીરેન્દ્ર શાસ્ત્રીના હુંકાર બાદ કેટલાક લોકો અચાનક ધુણવા લાગ્યા હતા. એક મહિલા ઉગ્ર બનીને મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો હતો, જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મૂકપ્રેક્ષક રહ્યા હતા.

આ ઘટનાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પર કોણે અને કેવા આરોપો લગાવ્યા છે?

પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવીને પૈસા કમાવવાનું પૂર્વનિયોજિત કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોલીસ કાર્યવાહીની પણ માંગ કરી છે.

વિવાદ બાદ કાર્યક્રમના આયોજકોએ શું સ્પષ્ટતા કરી છે?

આયોજક મંગેશ દેસાઈએ જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈને ધુણવા આમંત્રણ નહોતું આપ્યું. લોકો મંત્રોચ્ચાર સાંભળીને પોતાની મેળે જ ધુણવા લાગ્યા હતા.

મહિલાએ હુમલો કર્યો ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રતિક્રિયા શું હતી?

જ્યારે એક મહિલા ઉગ્ર બનીને લોકો અને મીડિયાકર્મીઓ પર હુમલો કરી રહી હતી, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પરથી આખી ઘટનાને મૂકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા અને તેમને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Advertisement

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Embed widget