Heart Attack Death: રાજકોટમાં વધુ એક વ્યક્તિ ધબકાર ચૂકી ગયો, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મોત
રાજકોટ સતત બીજા દિવસે હાર્ટઅટેકના કારણે મોતની ઘટના બની છે. 43 વર્ષીય અસલમ શેખ નામના વ્યક્તિનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે.
Heart Attack Death:રાજ્યમાં હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત છે.રાજકોટમાં 43 વર્ષીય અસલમ શેખ નામના વ્યક્તિનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે રાજકોટ વધુ એક વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું છે.
રાજકોટમાં હાર્ટ અટેકથી વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવી છે. 43 વર્ષીય અસલમ શેખ નામના વ્યક્તિનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. પરિવારના મોભીનું મોત થતાં 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તો 3 બહેનોએ ભાઈ ગુમાવ્યો છે. અસલમ શેકને રાત્રે છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું છે. અચાનક મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Heart Attack: હાર્ટ એટેક અચાનક કેમ આવે છે? ક્યાં કારણોથી થાય છે આ સ્થિતિ ઉત્પન, જાણો આ સાયલન્ટ કિલર વિશે
Heart Attack Risk: જો વ્યક્તિ જીમિંગ કરતી હોય અને દરરોજ કસરત કરતી હોય, તો પણ કેટલીક ખરાબ ટેવો હાર્ટ એટેકનું જોખમ ઉભું કરી શકે છે.
ફિલ્મ અને ટીવીની દુનિયામાં દિવસેને દિવસે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. અગાઉ અભિનેત્રી સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો હતો. જોકે હવે તે એકદમ સ્વસ્થ છે. સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યાના થોડા દિવસો બાદ અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સતીશ કૌશિકે હોળીની ઉજવણી કરતી વખતે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં તે ખૂબ જ સ્વસ્થ અને ફિટ દેખાઈ રહ્યા હતી. જો કે, થોડા કલાકો પછી, તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું.
આ પહેલીવાર નથી જ્યારે કોઈ કલાકારનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય. અગાઉ સિદ્ધાર્થ શુક્લા, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને ગાયક કેકેનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું. આ તમામ કલાકારો ફિટ અને સ્વસ્થ દેખાતા હતા. કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેમનું મૃત્યુ આટલું અચાનક થશે. આ કેસો જોઈને હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે હાર્ટ એટેકના કેસ દિવસેને દિવસે કેમ વધી રહ્યા છે?
જો વ્યક્તિ જીમિંગ કરતી હોય અને દરરોજ કસરત કરતી હોય, તો પણ કેટલીક ખરાબ ટેવો હાર્ટ એટેકનું જોખમ ઉભી કરી શકે છે. જો તમારું હૃદય સ્વસ્થ હશે તો તમારું શરીર પણ સ્વસ્થ રહેશે, પરંતુ જો હૃદય જ સ્વસ્થ ન હોય તો કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેકનું જોખમ હોઈ શકે છે. ચાલો જાણીએ હાર્ટ એટેક આવવાના કારણો શું હોઈ શકે છે.
હાર્ટ એટેકના કારણે
હાઈ બ્લડ પ્રેશર હાયપરટેન્શનની સમસ્યા એટલે કે હાઈ બ્લડપ્રેશર પણ હાર્ટ એટેક આવવાના જોખમમાં સામેલ છે. હાયપરટેન્શન એ હૃદયના સ્વાસ્થ્ય માટે એક મોટું જોખમ છે. તે રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે ધમનીઓની લવચીકતા ઓછી થવા લાગે છે અને લોહીના પ્રવાહમાં વધારો થવાથી ઓક્સિજન અને લોહી હૃદય સુધી ઝડપથી પહોંચે છે. જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે અચાનક હાર્ટ એટેકનો ખતરો ઉભો થઈ શકે છે.
હાઇ કોલેસ્ટ્રોલ
દરેક વ્યક્તિના શરીરમાં સારા કોલેસ્ટ્રોલની સાથે ખરાબ કોલેસ્ટ્રોલ પણ હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલ એક ફેટી પદાર્થ છે, જે ધમનીઓમાં સંગ્રહિત થાય છે. આના કારણે લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે, જેના કારણે શરીરના ઘણા ભાગોમાં લોહીનો પુરવઠો યોગ્ય રીતે નથી પ્રવાહિત થશો. લોહીના પ્રવાહમાં અવરોધને કારણે, શરીરના ઘણા ભાગોમાં દુખાવો થવા લાગે છે, જે ઘણી વખત તીવ્ર બને છે. હાઈ કોલેસ્ટ્રોલ લોહીને યોગ્ય રીતે હૃદય સુધી પહોંચવા દેતું નથી, જેનાથી અચાનક હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
ધૂમ્રપાન
વધુ પડતા ધૂમ્રપાનથી હૃદય સંબંધિત બીમારીઓ તેમજ અચાનક હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. ધૂમ્રપાનથી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ ધમનીઓની કામગીરીમાં અવરોધ લાવી શકે છે અને અચાનક હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
સ્થૂળતા
સ્થૂળતા ઘણા ખતરનાક રોગોનું જોખમ પેદા કરી શકે છે. માત્ર હાર્ટ એટેક જ નહીં પરંતુ કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ તેના કારણે શરીરમાં જન્મ લઈ શકે છે. સ્થૂળતાને કારણે ધમનીઓ બ્લોક થઈ શકે છે અને હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે.