શોધખોળ કરો

Dwarka: માર્ગ અકસ્માતમાં ભાજપના નેતા અને ઉદ્યોગપતિનું મોત, સતવારા સમાજમાં શોકનો માહોલ

હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. દ્વારકા જિલ્લા સતવારા સમાજના યુવા અગ્રણીના મોતથી સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

દ્વારકાઃ દ્વારકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના અગ્રણી મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર જિલ્લા પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. જિલ્લામાં હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. દ્વારકા જિલ્લા સતવારા સમાજના યુવા અગ્રણીના મોતથી સમાજમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. ગઈ સાંજે રાજકોટ નજીક પડધરી પાસે માર્ગ અકસ્માતમાં મનસુખ પરમારનું મોત થયું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી છે. 

મોરબીઃ હળવદ રેલવે સ્ટેશન નજીક યુવક યુવતીએ પડતું મૂક્યું હોવાના સમાચાર સામે આવતાં ભારે ચકચાર જાગી છે. બપોરના સુમારે પસાર થતી માલગાડી કચ્છ તરફથી હળવદ પહોંચતા યુવક યુવતીએ ઝંપલાવ્યું હતું. માલગાડી હડફેટે ચડી જતા ચુલી ગામના વિશાલભાઈ ઠાકોર અને ગોપાલગઢ ગામની નિકિતા ઠાકોરનું મોત થયું છે. 

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રેલવે પોલીસ દોડી આવી હતી. તો ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે. 

રાજકોટ: ગોંડલ નેશનલ હાઇવે પરથી અજાણી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. રિબડા ગામ પાસેથી અજાણી યુવતીની લાશ મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીના મૃતદેહને પી.એમ.માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવતિની ઓળખ અને પી.એમ.બાદ ખ્યાલ આવશે કે હત્યા કે આત્મહત્યા.

અરવલ્લીઃ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મહિલા અને બાળકની હત્યા કરેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા પુત્રની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે. માતા પુત્ર તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું બહાર આવ્યું છે.  ૫૧ વર્ષીય માતા જમનાબેન ગામીત અને ૧૨ વર્ષીય પુત્ર આલોક ગામીતની પરિવારજનો દ્વારા ઓળખ કરવામાં આવી છે. બંને મૃતદેહોને કોણ કેવી રીતે ફેંકી ગયું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટિમો તપાસ કરી રહી છે.

બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલ હઠીપુરા ગામની સીમમાંથી મંગળવારે બપોરે હત્યા કરાયેલી મહિલા તથા બાળકનો મૃતદેહ મળી ચકચાર મચી હતી. બાળકના માથા અને ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. તો મહિલાના શરીરના ભાગે તેમજ આંખમાં ઈજાના નિશાન મળી આવ્યા હતા. 

ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ તથા પોલીસની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ કરી ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાએ સાડી પહેરેલી હતી અને બાળકે જીન્સ પેન્ટ તથા ટી-શર્ટ પહેરેલી લાશ મળી આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat BJP : કયા ભાજપ નેતાની કોર્ટમાં હાજર ન રહેતા થઈ ધરપકડ? , પાટીદાર આંદોલનના નેતા જેલમાંSabarkantha Car Accident : સાબરકાંઠામાં કાર ઝાડ સાથે અથડાતા 2ના ઘટનાસ્થળે જ મોતJunagadh Suicide Case : જૂનાગઢની હોટલમાં મહિલાએ કરી લીધો આપઘાત, શું છે કારણ?Aravlli News : અરવલ્લીના મેઘરજમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Health: કઈ કઈ બીમારીથી પીડિત છે વિનોદ કાંબલી? જાણીને તમે પણ ચોંકી જશો
Health: કઈ કઈ બીમારીથી પીડિત છે વિનોદ કાંબલી? જાણીને તમે પણ ચોંકી જશો
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
Embed widget