APMC: ઊંઝા માર્કેટિંગ યાર્ડને પાછળ છોડી સૌરાષ્ટ્રનું આ માર્કેટિંગ યાર્ડ બન્યું ગુજરાતમાં નંબર વન
ઊંઝા માર્કેટીંગ યાર્ડને પછાડી ગોંડલ યાર્ડ નંબર વન પર પહોંચ્યું છે. રાજ્યમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શેષની સૌથી વધુ આવક થઈ છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા વર્ષથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન પર હતું.
રાજકોટ: ઊંઝા માર્કેટીંગ યાર્ડને પછાડી ગોંડલ યાર્ડ નંબર વન પર પહોંચ્યું છે. રાજ્યમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શેષની સૌથી વધુ આવક થઈ છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા વર્ષથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન પર હતું. જો કે હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડે પરચમ લહેરાવી નંબર વનની ગાદી પ્રાપ્ત કરી લીધી છે. બજાર નિયંત્રણ સમિતિની બુકમાં ગોંડલ યાર્ડનીની શેષની સૌથી વધુ આવકનો ઉલ્લેખ છે. દર વર્ષે બજાર નિયંત્રણ સમિતિ દ્વારા આ બુક બહાર પાડવામાં આવે છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ અમદાવાદમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો વધીને 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ અમદાવાદમાં હજુ પણ 27 જુન સુધી વરસાદની સંભાવના નહીંવત છે. અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન ગરમી વધી શકે છે અને તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવાઈ છે.
ભજીયા ખાધા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગ
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના રહીશ રમણભાઇ ભીખાભાઈના ઘરે મેહમાન આવ્યાં હતાં. ઘરે મહેમાન આવતા તેમના જમણવારમાં ભજીયા બનાવ્યાં હતા. આ ભજીયા મહેમાન સહિત ઘરના અન્ય સભ્યોએ આરોગતા તમામને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હતી. ભજીયા ખાધા બાદ એક કલાક વીત્યા બાદ તમામ ને ગભરામણ અને ઉલ્ટી-ઝાડાની એક સાથે ફરિયાદ ઉઠતા તાત્કાલિક નજીકના ખાનગી દવાખાને લઈ જવાયા હતા. પરંતુ ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તમામ ને 108 એમ્બયુલેન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માંટે ખસેડવામાં આવ્યાં હતા.
12 લોકોમાંથી એકની હાલત ગંભીર
ખોરાકી ઝેરની અસર થતા એક બાળકી સહિત 12 જેટલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ખોરાકી ઝેરની અસર પામેલા અન્ય તમામ લોકોને સમયસર સારવાર મળતા તમામની હાલતમાં સુધાર જોવા મળ્યો હતો.