શોધખોળ કરો

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો કેવી રીતે લાગ્યો ચેપ?

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ કોરોનાથી સંક્રમિત થયા છે.  પ્રશાંત કોરાટે જાતે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે. નોંધનીય છે કે,  મોરવાહડફની ચૂંટણીમાં પ્રચારમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ઉતર્યા હતા.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે.  પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ કોરોનાથી સંક્રમિત થયા છે.  

પ્રશાંત કોરાટે જાતે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે. નોંધનીય છે કે,  મોરવાહડફની ચૂંટણીમાં પ્રચારમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ ઉતર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, કોવીડના શરૂઆતના લક્ષણો જણાતા આજે મેં રેપિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવતા હું આજે ડોક્ટરની સલાહ મુજબ હોમ ક્વોરેન્ટાઈન થઈ સારવાર શરૂ કરેલ છે. છેલ્લા પાંચ દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ કાર્યકર્તાઓ પોતાનો કોવીડ ટેસ્ટ કરાવવા નમ્ર વિનંતી છે.

કોવીડના શરૂઆતના લક્ષણો જણાતા આજે મેં રેપિડ ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવતા હું આજે ડોક્ટરની સલાહ મુજબ હોમ ક્વોરેન્ટાઈન થઈ...

Posted by Prashant Korat on Tuesday, 13 April 2021

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં આજે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-5, વડોદરા કોર્પોરેશન-4, સુરતમાં 3, બનાસકાંઠા 2, રાજકોટ 2, આણંદ 1, ભરુચ 1, છોટા ઉદેપુર  1, ગાંધીનગર 1, જૂનાગઢ 1 અને સાબરકાંઠામાં 1  મોત સાથે કુલ 67 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4922 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 2251,  સુરત કોર્પોરેશનમાં 1264, રાજકોટ  કોર્પોરેશનમાં 529,   વડોદરા કોર્પોરેશનમાં 247, જામનગર કોર્પોરેશન 187, મહેસાણા 177, સુરત 177,   બનાસકાંઠા 137, વડોદરા 130, જામનગર 115, પાટણ 110, અમરેલી 98, ભરુચ 87, રાજકોટ 87, ભાવનગર કોર્પોરેશન 81, આણંદ 68,  જૂનાગઢ કોર્પોરેશન 65, મોરબી 65, પંચમહાલ 61, દાહોદ 58, કચ્છ 58, ગાંધીનગર 56, સુરેન્દ્રનગર 55,  ગાંધીનગર કોર્પોરેશન 54, જૂનાગઢ 48, ભાવનગર 47,ખેડા 46, સાબરકાંઠા 46, નવસારી 44, મહીસાગર 39, વલસાડ 32, અમદાવાદ 31, દેવભૂમિ દ્વારકા 27, ગીર સોમનાથ 23, નર્મદા 22 અને તાપીમાં 21 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 84,04,128 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,61,722 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 95,65,850 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

PSI Transfer : પોલીસ બેડામાં મોટા ફેરબદલ,  ગુજરાતના 118 PSIની થઈ બદલી
Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
Embed widget