શોધખોળ કરો

કોંગ્રેસે નરેશ પટેલને કઈ વિધાનસભા બેઠક પર લડાવવાની બતાવી તૈયારી? જાણો મોટા સમાચાર

તાજેતરમાં જ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાનું નક્કી હોવાનું અને મોટી જવાબદારી આપવાના અહેવાલો પ્રસારીત થયા હતા. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને વધુ એકવાર ઓફર કરવામાં આવી છે. 

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સક્રીય બની છે. ત્યારે આ વખતે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને તેમના પર સૌની મીટ મંડાયેલી છે. તાજેતરમાં જ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાનું નક્કી હોવાનું અને મોટી જવાબદારી આપવાના અહેવાલો પ્રસારીત થયા હતા. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને વધુ એકવાર ઓફર કરવામાં આવી છે. 

રાજકોટ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા અને લલિત વસોયાએ પત્રકાર પરીષદ કરી રહી હતી, જેમાં કહ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સમગ્ર કોંગ્રેસને ફાયદો થાય. ધોરાજી અને ઉપલેટમાં નરેશભાઈ લડે તો મારી તૈયારી. ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું, હું ખભે બેસાડીને ચૂંટણી લડવવા માટે તૈયાર. ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું મારે અનેકવાર નરેશભાઈ સાથે સંપર્ક. સૌરાષ્ટ્રના કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને કોંગ્રેસમાં આમંત્રણ આપ્યું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતના યુવાનો અને ખેડૂતોને ફાયદો થશે, તેમ લલિત કગથરાએ ઉમેર્યું હતું. 

રાજકોટ જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરશે. ધારાસભ્યો સહિત કોંગ્રેસના સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા. આ સમયે ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 

ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો પ્રમાણે, નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 

હવે આ મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી છે. નરેશભાઈ પટેલ કોઈ પાર્ટીમાં નહિ જોડાઈ. કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પણ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોડલધામ તરફથી ખોટી ગણાવી.

રેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઈને તમામ લોકો જાણવા માંગે છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.  નરેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા  કહ્યું,   આપ બધાને દિલગીર વ્યક્ત કરુ છુ તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો.  આજે આપના પ્રશ્નોના જવાબ આપવા આપની સમક્ષ હાજર થયો છું. 

અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે. 

નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી છે.નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી છે. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય. નરેશભાઈ પટેલે કહ્યું કે,  ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રશ્નનાં જવાબમાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે, સર્વે સમિતિનાં રીપોર્ટ  બાદ  આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Embed widget