શોધખોળ કરો

ગુજરાત સરકાર કોરોનાના કેસો વધતાં ફરી સ્કૂલો બંધ કરશે? જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત

ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે. કોરોનાના કેસ વધતા રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

રાજકોટઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે. આવા સમયે રાજકોટમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઓફલાઇન શિક્ષણ મુદ્દે મોટી જાહેરાત કરી છે. 

વાઘાણીએ કહ્યું કે, ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે. કોરોનાના કેસ વધતા રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગ સાથે અમારો વિભાગ પરામર્શમાં છે. અનેકવાર અમારા વિભાગો દ્વારા પરીપત્રો પણ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થાય. આમ પણ વાલીની સંમતિથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે.  એ પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીપીઓ-ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કર્યું છે. ઓફલાઇન જેમને ભણવું છે, તેમના માટે વ્યવસ્થા સૂચારું રૂપે બને એના માટે એજ્યુકેશન વિભાગે સૂચનાઓ આપી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિઓ ધ્યાને રાખવામાં આવશે. પણ હાલ, આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઇડ લાઇન છે, તેની જાળવણી થાય.

ગુજરાતમાં કોરોના સંક્રમણ હવે વધવા લાગ્યું છે, ત્યારે સ્કૂલોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદની  મહારાજા અગ્રસેન અને સત્વ વિકાસ સ્કૂલમાં એક એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદની સ્કૂલમાં અત્યાર સુધી ૮ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ નિરમાં સ્કૂલમાં ત્રણ , ઉદગમમાં ૧ , આનંદનિકેતનમાં ૧ અને અમદાવાદ ઇન્ટરનેશનલમાં ૧ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદની સ્કૂલોમાં ધીમે ધીમે કોરોના પ્રવેશ કરી રહ્યો છે. ડિઈઓએ બંને સ્કૂલોને ૧૦ દિવસ વર્ગો બંધ રાખવા સૂચના આપી છે. 

રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી, આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ગઈ કાલે વધુ ૦૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ૦૪ પૈકી એક ૧૨ વર્ષીય વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો હતો. ચીખલી તાલુકામાં આવેલ ટાંકલ ગામમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા. નવસારી જિલ્લામાં એક મહિનામાં ૧૫થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા. 

વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. શૈશવ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ. શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરી. વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ચોથો કેસ નોધાયો. એક પછી એક કેસો નોંધાતા વાલીઓમાં ચિંતા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget