શોધખોળ કરો

ગોંડલના દેરડી કુંભાજીમાં વાદળ ફાટ્યું, 8 ઈંચ વરસાદ ખાબકતાં પાણી જ પાણી

ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી પંથકમાં વાદળ ફાટવાની ઘટના બની હતી.

રાજકોટ: ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી પંથકમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આઠ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સમગ્ર વિસ્તારમાં વોકળાઓ આવી ગયા હતા. જોકે સરકારી તંત્ર કહે છે કે દેરડી, વિંજીવડ સહીત સીમ વિસ્તારોમાં 3થી 4 ઈંચ વરસાદ પડ્યો છે. દેરડી, શિવરાજગઢ સહીત એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગોંડલમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જસદણમાં અને આસપાસના 12 ગામડાઓમાં સાંજે ચાર વાગ્યે એટલે 20 મીનિટમાં અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં દોઢ, રાજુલા પંથકના 25 ગામોમાં 2થી 3 ઈંચ, રાજુલાના બાબરા અને અમરેલીમાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. ઉના નજીકના ગીર ગઢડામાં સવા ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ, ઉનામાં ઝાપટાં વરસ્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, દેરડીકુંભાજી નજીકના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી પાણી થયા હતા. ગણતરીના કલાકમાં વરસાદ વરસતા ગ્રામજનોમાં પુર હોનારતની ભીતિ સર્જાઈ હતી. ગીરગઢડામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. તાલુકાના જુડવડલી, ખીલાવડમાં દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઉના તાલુકાના સીમાર, મોઠા, દુધાળા, સામતેરમાં એક ઈંચ અને ઉનામાં જોરદાર ઝાપટું પડ્યું હતું. બાબરિયા ગીર જંગલ વિસ્તારમાં છ મીમી વરસાદ વરસ્યો હતો. ગુરૂવારે સાંજે 5 વાગ્યાની આસપાસ કાલાવડમાં મેઘસવારી ચડી આવતાં તાલુકાના રાજડા, જસાપર, નીકાવા ગામે ધોધમાર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget