શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા શહેરમાં AAP ભાજપ-કોંગ્રેસને પાછળ છોડી આગળ નીકળી જતા ઉત્તેજના? જાણો વિગત
જામનગરમાં શરૂઆતની ગણતરીમાં વોર્ડ નંબર 5માં આપ આગળ નીકળી ગયું છે. આપ આગળ નીકળી જતાં ઉત્તેજના વધી છે. જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપ આગળ નીકળી ગયો છે.
જામનગરઃ આજે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી થઈ રહી છે. ત્યારે જામનગરમાં શરૂઆતની ગણતરીમાં વોર્ડ નંબર 5માં આપ આગળ નીકળી ગયું છે. આપ આગળ નીકળી જતાં ઉત્તેજના વધી છે. જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપ આગળ નીકળી ગયો છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.
છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપાસની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement