શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોક ગાયિકા ગીતા રબારીની ચિંતામાં વધારો કરે એવા શું સમાચાર આવ્યા? જાણો વિગત
ત 12મી ઓગસ્ટે પોરબંદર સાંસદના બંગલે જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતા. આ કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કારણે તેમને પણ ચેપ લાગવાની શક્યતા છે.
રાજકોટઃ પોરબંદરના સાંસદને પોતાના ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરવી ભારે પડી ગઈ છે. પુત્ર ડો. નેમીષ પછી સાંસદ રમેશ ધડૂક અને પુત્રવધૂ મોનાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે તેમના ઘરે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ગાયકોની ચિંતામાં વધારો થયો છે. નોંધનીય છે કે, 12મી ઓગસ્ટે તેમના ઘરે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જાણીતા લોક ગાયિકા ગીતાબેન રબારી સહિત કલાકારો હાજર રહ્યા હતા. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન ગીતાબેન રબારી તેમના પરિવારના સીધા સંપર્કમાં પણ આવ્યા હતા. ત્યારે ગીતાબેન રબારીની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, પહેલા પુત્ર અને પછી હવે પુત્રવધૂ અને સાંસદ પોતે પણ કોરોના પોઝિટિવ થયા છે.
નોંધનીય છે કે, ગત 12મી ઓગસ્ટે પોરબંદર સાંસદના બંગલે જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતા. આ કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ કારણે તેમને પણ ચેપ લાગવાની શક્યતા છે. આ કાર્યક્રમમાં 50 લોકોની જગ્યાએ વધુ લોકો એકત્ર થયા હતા.
મળતી વિગતો પ્રમાણે હાલ, ત્રણેયની તબિયત સારી છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિ આવ્યા પછી સાંસદ રમેશભાઈ પોતાના ગોંડલ સ્થિત ઘરે હોમ આઇસોલેટ થયા છે. સોશિયલ મીડિયા મારફત તેમને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, આજ રોજ મારો કરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેથી મારા સંપર્કમાં આવેલ હોય તે તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થઇ જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion