શોધખોળ કરો

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજા ફરી એકવાર સક્રિય થયા છે, જેના પગલે આજથી આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.
  • રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર માટે રેડ એલર્ટ જાહેર કરાયું.
  • છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૫ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો.
  • સુરતના અંબિકામાં ૨૪ ઇંચ વરસાદ; નવસારીમાં પૂરની સ્થિતિ યથાવત.

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજા ફરી એકવાર સક્રિય થયા છે, જેના પગલે આજથી આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ રાજકોટ, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતામાં વધુ વધારો થવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ બપોર પછી વરસાદી એક્ટિવિટી જોર પકડશે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓ માટે અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે:

રેડ અલર્ટ (અતિભારે વરસાદ): રાજકોટ શહેર, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે અતિભારે વરસાદનું 'રેડ અલર્ટ' આપવામાં આવ્યું છે. તેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તરફ પ્રવાસ કરવાનું વિચારતા લોકોએ ખાસ સાવચેતી રાખવી.

ઓરેંજ અલર્ટ (ભારેથી અતિભારે વરસાદ): કચ્છ, મોરબી અને અમરેલી જિલ્લામાં વરસાદનું 'ઓરેંજ અલર્ટ' જાહેર કરાયું છે.

યલો અલર્ટ (મધ્યમથી ભારે વરસાદ): જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું 'યલો અલર્ટ' આપવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો...Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં મુશળધાર વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ તોફાની બેટિંગ કરતા અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જ્યારે 30 તાલુકામાં 7 ઇંચથી વધુ અને 145 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને ખેતીના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.

સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24.06 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના નેત્રંગમાં 13.03 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11.02 ઇંચ, ડાંગના વઘઈમાં 10.94 ઇંચ અને સુરતના માંગરોળમાં 10.71 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

રાજકોટમાં તમામ તાલુકામાં વરસાદ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાતથી વરસાદી વાતાવરણ રહ્યું હતું. જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જસદણમાં સૌથી વધુ 38 મીમી, જ્યારે ઉપલેટામાં સૌથી ઓછો 7 મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત લોધિકા 25 મીમી, કોટડા સાંગાણી અને વિંછીયામાં 31-31 મીમી, ગોંડલમાં 29 મીમી અને જામકંડોરણામાં 26 મીમી વરસાદ નોંધાયો છે.

મહીસાગરમાં બાલાસિનોરમાં 7 ઇંચ વરસાદ

મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બાલાસિનોરમાં 7 ઇંચ વરસાદ, જ્યારે વીરપુર અને લુણાવાડામાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાનપુર, કોઠંબા અને સંતરામપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગોધરા અને કડાણા તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

નવસારીમાં પૂર જેવી સ્થિતિ, હવે મળી રહી છે રાહત

નવસારી અને ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા ચાર કલાકથી વરસાદ ધીમો પડતા લોકોને થોડી રાહત મળી છે. જોકે ગત મોડી રાત સુધીના ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. અંબિકા નદી 38 ફૂટ સુધી પહોંચ્યા બાદ 2.62 ફૂટ ઘટી છે, જ્યારે કાવેરી નદીમાં 5 ફૂટ પાણી ઉતર્યું છે. બીજી તરફ પૂર્ણા નદી છેલ્લા છ કલાકથી 28 ફૂટની સપાટીએ સ્થિર છે, જે હજુ પણ ભયજનક સપાટીથી ઉપર છે.

પૂરના કારણે નવસારી શહેરના ગધેવાન મહોલ્લો, ભેંસતખાડા, રંગુનનગર, મહમદી બંગલો, કાશીવાડી, બંદર રોડ, કાલીયાવાડી, કાછિયાવાડી, રામલામોરા અને શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરનો અંદાજે 30 ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. જોકે વરસાદ ધીમો પડતાં પૂરની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.

નવસારી જિલ્લાના વરસાદના આંકડા

સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ વાંસદામાં 413 મીમી (17.20 ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 221 મીમી, ખેરગામમાં 220 મીમી, જલાલપોરમાં 177 મીમી, ગણદેવીમાં 148 મીમી અને ચીખલીમાં 134 મીમી વરસાદ નોંધાયો છે.

હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે અને હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી બે દિવસ ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી છે?

હવામાન વિભાગ અનુસાર, આજથી આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે.

આજે કયા જિલ્લાઓ માટે 'રેડ અલર્ટ' જાહેર કરાયું છે?

આજે રાજકોટ શહેર, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લા માટે અતિભારે વરસાદનું 'રેડ અલર્ટ' જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રવાસ ટાળવા સૂચના અપાઈ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે?

છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના ડોલવણમાં પણ 16.73 ઇંચ વરસાદ પડ્યો છે.

નવસારીમાં હાલ પૂરની સ્થિતિ કેવી છે?

નવસારીમાં વરસાદ ધીમો પડતાં નદીઓના પાણી ઘટ્યા છે. અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર નીચું ગયું છે, જોકે પૂર્ણા નદી ભયજનક સપાટીએ સ્થિર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Embed widget