શોધખોળ કરો

રાજકોટઃ 50 વર્ષના પૂરૂષને 40 વર્ષની મહિલા સાથે હતા સંબંધ, મહિલાના ભાઈઓને હતો વાંધો ને.....

પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને મહિલાનાં બે ભાઈઓએ લાકડી, પાઈપનાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થતાં થયું છે.

રાજકોટઃ રાજકોટમાં 50 વર્ષના પુરૂષને 40 વર્ષની મહિલા સાથે સંબંધ બંધાયા હતા. આ આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો છે અને પ્રેમિકાના બે ભાઈઓએ પુરૂષની હત્યા કરી નાંખી છે. જેની હત્યા થઈ તે પૂરૂષ ચાર સંતાનોનો પિતા છે. તેની પ્રેમિકાનો પતિ ઘરે નહીં રહેતો હોવાથી પ્રેમિકા તેના તરફ આકર્ષાઈ હતી. બંને પ્રેમિકાના ઘરે જ મળતાં અને રંગરેલિયાં મનાવતાં હતાં. આ ઘટનાની વિગત એવી છે કે, ગોંડલ રોડ પરની શિવનગર સોસાયટી-૧૧માં રહેતા રાજેશ બચુભાઈ ચૌહાણ પર બુધવારે રાત્રે તેને જેની સાથે આડો સંબંધ હતો તે મહિલાનાં બે ભાઈઓએ લાકડી, પાઈપનાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમનું સારવાર દરમિયાન મોત થતાં થયું છે. રાજેશભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હતા. ત્રણેય પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે. સૌથી નાનો પુત્ર હજુ અપરિણીત છે. રાજેશભાઈને છેલ્લા દસેક વર્ષથી માયાણીનગર આવાસ યોજનાનાં ક્વાર્ટરની પાછળ આવેલા નહેરૂનગર-૩માં રહેતાં સુધા જગદીશ પરમાર (40 વર્ષ) સાથે પ્રેમસંબંધ હતો. સુધાનાં બે ભાઈઓ રજનીશ ધીરૂ સોઢા અને રાહુલ ઉર્ફે લાલાને આ સંબંધ પસંદ નહીં હોવાથી રાજેશભાઈને બેથી ત્રણ વખત ઠપકો આપી પોતાની બહેન સાથે સંબંધ નહીં રાખવા ચેતવણી આપી હતી. ગઈકાલે રાત્રે રાજેશભાઈ સુધાને મળવા માટે તેનાં ઘરે ગયો હતો. માયાણીનગર ક્વાર્ટરમાં રહેતો સુધાનો ભાઈ રજનીશ તેમને જોઈ ગયો હતો. રજનીશ અને રાહુલે રાજેશભાઈને આંતરીને ગાળો ભાંડયા બાદ તેની ઉપર લાકડી અને પાઈપ વડે હુમલ કર્યો હતો. આસપાસનાં લોકો ભેગા થઈ જતાં બંને ભાઈઓ જતા રહ્યા હતા. ત્યાર બાદ કોઈએ રાજેશભાઈનાં પરિવારના સભ્યોને જાણ કરતાં જમાઈ વિજય કેશુભાઈ પરમાર, પુત્રી તેજલ અને પત્ની જ્યોત્સનાબેન ત્યાં દોડી આવ્યા હતા અને સિવિલ ખસેડયો હતો. બુધવારે સાંજે રાજેશભાઈએ સિવિલમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પીઆઈ ભૂકણે જણાવ્યું કે, સુધાબેનને સંતાનમાં એક પુત્રી છે અને પુખ્ત વયની છે. સુધાબેનનો પતિ ઘરે બહુ રહેતો નથી. રાજેશભાઈને પગમાં ફ્રેક્ચર હતું છતાં તેનું મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોત પાછળનું સ્પષ્ટ કારણ બહાર આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Embed widget