શોધખોળ કરો

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં મનપાએ લાખો નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કર્યા હોવાનો ધડાકો થયો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ મનપાએ દૂષિત પાણીનો રિપોર્ટ એક મહિનો દબાવ્યો.
  • મે માસમાં ૨૨ નમૂના દૂષિત નીકળતા સ્વાસ્થ્ય જોખમ.
  • ૯ લાખ લોકો જોખમમાં, ૧૧૦૦+ પાણીજન્ય રોગના કેસ નોંધાયા.
  • મનપાએ નિષ્ફળતા છુપાવવા રિપોર્ટ મોડો કર્યો, પગલાં નહીં.

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં મનપાએ લાખો નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કર્યા હોવાનો ધડાકો થયો છે. મે મહિનામાં સપ્લાય કરાયેલા પાણીમાં બેક્ટેરિયા મળ્યા હોવા છતાં અને સૌથી વધુ સેમ્પલ ફેલ ગયા હોવા છતાં પોતાનું પાપ છૂપાવવા વોટર વર્કસ વિભાગે આ લેબોરેટરી રિપોર્ટ પૂરો એક મહિનો દબાવી રાખ્યો હતો. જૂન મહિનો પૂરો થયા બાદ આ રિપોર્ટ જાહેર કરાતાં મનપાનું આ પાપ છતું થયું છે.

સૌથી વધુ 22 સેમ્પલ ફેલ થતાં જ મનપાએ ખેલ ખેલ્યો

નિયમ મુજબ મનપાએ દર મહિને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ તેના રિપોર્ટ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવાના હોય છે. પરંતુ તંત્રએ આંકડાકીય રમત રમીને પોતાની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મે માસ (દબાવી રખાયેલો રિપોર્ટ)ના રિપોર્ટમાં રેકોર્ડબ્રેક 22 સેમ્પલ ફેલ થયા (જેમાં ઝાડા-ઉલટી થાય તેવા અત્યંત દૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણીની પુષ્ટી થઈ) હતા. ઉપરાઉપરી મોટી સંખ્યામાં સેમ્પલ નાપાસ બતાવવા ન પડે અને જવાબદારી પોતાના પર ન આવે તે માટે લાઈન લીકેજ જેવા બહાના હેઠળ મે માસનો આંકડો એક મહિનો મોડો જાહેર કરવામાં આવ્યો.

9 લાખ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં

દૂષિત પાણીના વિતરણને કારણે રાજકોટ શહેરના આશરે 9 લાખથી વધુ લોકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. મનપાના પોતાના આરોગ્ય કેન્દ્રો પર જ દર મહિને 1100થી વધુ પાણીજન્ય રોગચાળા (ઝાડા-ઉલટી, પેટમાં દુખાવો)ના કેસો નોંધાઈ રહ્યા છે. આ સિવાય ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પણ કમળો, કોલેરા અને ચામડીના રોગોના દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. તબીબોના જણાવ્યા મુજબ, બેક્ટેરિયાયુક્ત દૂષિત પાણી પીવાથી કમળો, કોલેરા, કિડની અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો અને વૃદ્ધો માટે આ પાણી પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. આટલી મોટી બેદરકારી અને લાખો લોકોના જીવ સાથે ચેડાં થયા હોવા છતાં વોટર વર્કસ વિભાગ સામે આરોગ્ય વિભાગ કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મે મહિનામાં લેવાયેલા સેમ્પલમાંથી 22 સેમ્પલ ફેલ થયા હતા. દૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણીના કારણે શહેરના અંદાજે 9 લાખથી વધુ લોકોના આરોગ્ય સામે ઝાડા-ઊલટી અને અન્ય બીમારીઓનો ભય ઊભો થયો હતો. નિયમ મુજબ મનપા દ્વારા દર મહિને પાણીના સેમ્પલ મોકલી તેના રિપોર્ટ વેબસાઇટ પર જાહેર કરાય છે. પરંતુ લાઇન લીકેજ જેવા બહાના હેઠળ મનપાએ પોતાની નિષ્ફળતા છુપાવવાની કોશિશ કરી હતી. મનપાના વોટર વર્કસ વિભાગે એપ્રિલ માસમાં 8 અને જૂન માસમાં 15 સેમ્પલ ફેલ દર્શાવ્યા, પરંતુ સૌથી વધુ 22 સેમ્પલ ફેલ થયા હોય તેવો મે માસનો રિપોર્ટ એક મહિનાના વિલંબ બાદ જાહેર કરાયો.

Frequently Asked Questions

રાજકોટ મહાનગરપાલિકાના પાણી પુરવઠામાં શું વિવાદ છે?

મે મહિનામાં સપ્લાય કરાયેલા પાણીના 22 સેમ્પલ બેક્ટેરિયાયુક્ત અને દૂષિત મળ્યા હતા, પરંતુ મનપાએ આ રિપોર્ટ એક મહિનો દબાવી રાખ્યો હતો. આના કારણે લાખો નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થયા છે.

મે મહિનામાં રાજકોટના પાણીના કેટલા સેમ્પલ નિષ્ફળ ગયા હતા?

મે માસમાં લેવાયેલા પાણીના રિપોર્ટમાં રેકોર્ડબ્રેક 22 સેમ્પલ દૂષિત અને બેક્ટેરિયાયુક્ત હોવાનું જણાયું હતું. આ આંકડો એપ્રિલ (8) અને જૂન (15) મહિના કરતાં સૌથી વધુ હતો.

દૂષિત પાણી પીવાથી કયા આરોગ્ય જોખમો થઈ શકે છે?

દૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલટી, પેટમાં દુખાવો, કમળો, કોલેરા અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે તે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.

મે મહિનાનો પાણીનો રિપોર્ટ શા માટે મોડો જાહેર કરાયો?

સૌથી વધુ 22 સેમ્પલ ફેલ થતાં મનપાની નિષ્ફળતા છુપાવવા વોટર વર્કસ વિભાગે રિપોર્ટ એક મહિનો દબાવી રાખ્યો. લાઈન લીકેજ જેવા બહાના હેઠળ આ વિલંબ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Embed widget