શોધખોળ કરો

રાજકોટમાં RTE અંતર્ગત 400 થી વધુ એડમિશન રદ્દ, ઓનલાઈન ફોર્મ ભરવામાં ગેરરીતિ હોવાનું ખુલ્યું

રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ પારદર્શી રીતે RTE હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.

Rajkot: શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહાલ આરટીઈ અંતર્ગત એડમીશન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજકોટમાં RTE અંતર્ગત 400 થી વધુ એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે. RTE અંતર્ગત વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરવા ગેરરીતિ આચરી હોવાનું ટ્રેકિંગ સિસ્ટમમાં ખુલ્યું છે. ગેરીરિતી દ્વારા શાળામાં પ્રવેશ મામલે સિક્ષણ વિભાગ ગંભીર છે અને કુલ 6 હજાર જેટલી બેઠક પૈકી 5200 જેટલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષના પ્રવેશ આપવામાં આવ્યો છે.

મળતી જાણકારી મુજબ પૈસા પત્ર અને પહેલેથી એક ધોરણ ભણી ચૂકેલા બાળકોના વાલીઓએ પણ RTE હેઠળ એડમિશન મેળવવા પ્રયાસ કર્યો છે.

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોની પસંદગી થઈ છે

Admission Under RTE: રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ પારદર્શી રીતે RTE હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. RTE ACT હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ ૯૮,૫૦૧ જેટલી અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૬૮,૧૩૫ જેટલી અરજીઓ માન્ય ઠેરવવામાં આવી હતી. ૧૪,૫૩૨ જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર અમાન્ય ઠેરવાઈ હતી જ્યારે ૧૫,૮૩૪ જેટલી અરજીઓ અરજદાર દ્વારા કેન્સલ કરવામાં આવી હતી તેમ નાયબ શિક્ષણ નિયામકની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર રાજયની કુલ ૯૮૫૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૮૨,૮૨૦ જેટલી જગ્યાઓ RTE હેઠળ ભરવાની હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમ અનુસાર પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં ૨૭,૯૧૭ જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. RTE હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીઓને SMS થી જાણ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આગામી તા. ૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ ઉપર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં નથી આવ્યા તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget