PM Modi Gujarat Visit: Rajkot માં યુવતીએ તરબૂચ પર બનાવ્યું PM Modi નું ચિત્ર, જુઓ તસવીરો
PM Modi Gujarat Visit: રાજકોટની પ્રણાલી વોરાએ ચાર કલાકની મહેનત બાદ તરબૂચ પર પીએમ મોદીની પ્રતિકૃતિ બનાવી છે.
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી રાજકોટની મુલાકાતે જશે. રાજકોટમાં રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે. રાજકોટની યુવતીએ તરબૂચ પર પ્રધાનમંત્રીનું ચિત્ર બનાવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજકોટની પ્રણાલી વોરાએ ચાર કલાકની મહેનત બાદ તરબૂચ પર પીએમ મોદીની પ્રતિકૃતિ બનાવી છે.
રાજકોટમાં મોદી મળશે વોર્ડ પ્રમુખોને
રાજકોટમાં પ્રધાનમંત્રીનાં આગમન પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી રાજકોટના તમામ વોર્ડ પ્રમુખને મળશે. શહેર ભાજપનાં હોદેદારો અને કોર્પોરેટરને બદલે પ્રધાનમંત્રી વોર્ડના પ્રમુખોને મળશે. સભા સ્થળ પર પ્રધાનમંત્રી વોર્ડ પ્રમુખોને મળશે.
રાજ્યમાં રાજકોટનું રાજકીય મહત્વ..
-સંઘ સમયથી રાજકોટ ભાજપનો ગઢ.
-રાજકોટમાં અરવિંદભાઈ મણિયાર,ચીમનભાઈ શુક્લ,હરિસિંહજી ગોહિલ,કેશુભાઈ પટેલ,વજુભાઇ વાળા,વિજયભાઈ રૂપાણી જેવા નેતાઓ રાજ્ય અને દેશને આપ્યા.
-રાજ્યમાં ભાજપને બેઠું કરવામાં રાજકોટના નેતાઓનો સિંહ ફાળો.
-પ્રધાનમંત્રી પહેલીવાર 2002માં અહીંથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
-કોંગ્રેસનો એક સમયે ઉગતો સૂરજ હતો ત્યારે પણ રાજકોટમાં ભાજપનો દબાદબો હતો.
-ભૂતકાળમાં દેશમાં લોકસભાની માત્ર બે સીટ આવી હતી ત્યારે રાજકોટની સીટ ભાજપે જીતી હતી.
-રાજ્યમાં ભાજપ માટે સૌથી સેઈફ સીટ રાજકોટ પશ્ચિમ.
-મનપામાં વર્ષોથી ભાજપનું શાસન.
-વિધાન સભા અને લોકસભામાં પણ ભાજપનો દબદબો..
-વર્ષોથી જેમાં સંઘ અને આર.એસ.એસ નો પ્રભાવ નાગરિક એવીસહકારી બેંક રાજકોટમાં.
રાજકોટમાં કઈ જ્ઞાતિનું પ્રભુત્વ
-રાજકોટમાં સૌથી વધુ પાટીદારો અને બાદમાં ઓબીસી જ્ઞાતિનું પ્રભુત્વ.
-શહેરની મહત્વની ગણાતી પશ્ચિમ બેઠકમાં સવર્ણ મતદારોનું પ્રભુત્વ..
રાજકોટમાં વર્તમાન રાજકીય સ્થિતિ.
-રાજકોટ શહેરની વિધાનસભાની ચારેય બેઠક પર ભાજપ પાસે.
-જિલ્લામાં 4 બેઠકમાંથી ત્રણ ભાજપ પાસે
-માત્ર ધોરાજી ઉપલેટા કોંગ્રેસ પાસે..
-મનપાની 72 બેઠકમાંથી 68 ભાજપ પાસે
-2 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી.
-રાજકોટની મોટા ભાજપની તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન.
-રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન.
-જીલ્લાની તમામ સહકારી સંસ્થાઓમાં ભાજપનું શાસન..
ભાજપનો આટલી રાજકીય અને સહાકારી સંસ્થાઓમાં દબદબો છતાં કેમ કપરા ચઢાણ
-શહેર ભાજપમા જબરજસ્ત જૂથ બંધી
-રાજકોટની દરેક વિધાનસભા સીટ પર ભાજપના બે જૂથ આમને સામને.
-આમ આદમી પાર્ટીનો અંડર કરન્ટ.
-ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટી ઇન્કમ્બન્સીનો ભય.
-કેજરીવાલ સહિતના નેતાઓનો વારંવાર પ્રચાર.
-સૌરાષ્ટ્રમાં કોઈ મોટો ચહેરો નહિ.
-પ્રધાનમંત્રી જેવો કોઈ ચહેરો જ નહીં..
-વિજયભાઈ રૂપાણીને સી.એમ પદમાંથી હટાવ્યા બાદ તેમના જૂથના આગેવાનો અને કાર્યકરો નારાજ..
-જસદણ અને ગોંડલ જેવી બેઠકો પર ભાજપના જ અગ્રણી અને બાહુબલીઓની લડાઈ.