શોધખોળ કરો

Rajkot: મોબાઇલની દુકાનમાં લાગેલી આગ મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો, એટીએસએ શરૂ કરી તપાસ

રાજકોટના ગુંદાવાડી વિસ્તારની મોબાઈલની દુકાનમાં શુક્રવારે લાગેલી આગ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે.

રાજકોટઃ રાજકોટના ગુંદાવાડી વિસ્તારની મોબાઈલની દુકાનમાં શુક્રવારે લાગેલી આગ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ધંધાકીય હરિફાઇમાં રાજકોટમાં બોમ્બ બ્લાસ્ટ કરાયાનો ખુલાસો થયો હતો. ગુંદાવાડીની મોબાઇલની દુકાનમાં આગ લાગવાનું કારણ દેશી બોમ્બથી બ્લાસ્ટ થયાનું સામે આવ્યું હતું. એટલુ જ નહી બ્લાસ્ટ મુકવા પાછળ ધંધાકિય હરિફાઈ હોવાનું તથ્ય પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

 એફએસએલ અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી તો આગ લાગી તે સાંજે એક મહિલા મોબાઈલ કવર લેવાના બહાને દુકાનમાં ગિફ્ટ બોક્સ મુકીને ફરાર થઈ હતી. અને એ જ ગિફ્ટ બોક્સમાં બ્લાસ્ટ થયો હતો. એફએસએલના રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવતા પૂર્વાઆયોજીત આ કાવતરાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં એટીએસ સહિત એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં મહિલા સહિત ત્રણની અટકાયત કરી લેવાઈ છે. એટલુ જ નહી દેશી બોમ્બ બનાવવાની રીત ષડયંત્રકારીઓએ યુ-ટ્યુબના માધ્યમથી શીખી હતી. જેમાંથી બ્લાસ્ટ થયો તે દેશી બોમ્બમાં ટાઈમર પણ રાખવામાં આવ્યો હતો.

Rajkot: ભાજપના બે ધારાસભ્યો જનતાના રોષનો બન્યા ભોગ, મેયરે પણ ચાલતી પકડી

Rajkot: રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં બખેડો થયો હતો. જેના કારણે ધારાસભ્ય, મેયરે સ્થળ છોડવાની ફરજ પડી હતી. શહેરના કોઠારીયા વિસ્તારમાં ફ્રી નિદાન કેમ્પમાં ધારાસભ્ય રમેશ ટિલાળા, દર્શિતાબેન શાહ અને મેયરે ચાલુ ક્રાર્યક્રમે પાછા ફરવું પડ્યું હતું. સ્થાનિકો દ્વારા રસ્તા તેમજ પાણીને લઈને અનેક રજુઆત છતાં કામ ન થતા કાર્યક્રમ અટકાવ્યો હતો. ૩ વર્ષથી રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે પંરતુ રસ્તો ન બનતા સ્થાનિકોમાં રોષ હતો. ચાલુ કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો કરતા બંને ધારાસભ્ય અને મેયરે ચાલતી પકડી હતી.

લોકસભાની તમામ 26 બેઠકો જંગી લીડ સાથે જીતવા ગુજરાત ભાજપનો શું છે પ્લાન ?

લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત સરકાર અને ભાજપ સંગઠન એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જિલ્લાઓનો પ્રવાસ કરશે.  33 જિલ્લાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રવાસ કરશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષના વન ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમની સફળતા બાદ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સંગઠન અને સરકારને જુદા જુદા પ્રશ્નોને વાચા આપીને તાલમેલ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. લોકસભાની તમામ 26 બેઠક પર વિક્રમી લીડ મેળવવાની રણનીતિના એક ભાગ રૂપે જિલ્લાનો પ્રવાસ કરાશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget