Rajkot Bandh: રાજકોટમાં આજે હૉટલો-રેસ્ટૉરન્ટનું બંધનું એલાન, પાલિકાની સિલિંગ કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ
Rajkot Bandh: રાજકોટમાંથી એક માટા સમાચાર સામે આવ્યા છે, રાજકોટમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી પાલિકા અને વેપારીઓ વચ્ચે અણબનના સમાચારો વહેતા થયા હતા
Rajkot Bandh: રાજકોટમાંથી એક માટા સમાચાર સામે આવ્યા છે, રાજકોટમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી પાલિકા અને વેપારીઓ વચ્ચે અણબનના સમાચારો વહેતા થયા હતા, પાલિકાની સિલિંગીની કાર્યવાહીથી હૉટલો અને રેસ્ટૉરન્ટના માલિકોએ આજે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. આજે શહેરમાં ખાણીપીણી માટેના બજારો બંધ રહેશે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરમાં સિલિંગની કાર્યવાહી હાથ ધરાઇ છે, જે અંતર્ગત શહેરમાં હૉટલો અને રેસ્ટૉરન્ટમાં સિલિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આ પ્રકારની આડેધડ કાર્યવાહીથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે હૉટલ, રેસ્ટૉરન્ટ એસોસિએશન અને ખાણીપીણીના વેપારીઓએ એકઠા થઇને રાજકોટમાં બંધનું એલાન આપ્યુ છે.
RMCની સિલિંગની કામગીરીથી વેપારીઓમાં રોષ છે, શહેરમાં આડેધડ સિલિંગની કામગીરી કરતા હૉટલ એસોસિએશને આજેનું બંધનું એલાન બોલાવ્યુ છે. હૉટલ, રેસ્ટૉરન્ટ, ખાણીપીણીના વેપારીઓનો આરએમસી સામે સખત વિરોધ દેખાઇ રહ્યો છે. જોકે, બંધ હોવા છતાં આજે શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, ક્યાંક હૉટલો અને રેસ્ટૉરન્ટો બંધ છો તો ક્યાંક ખુલ્લી જોવા મળી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની હાઇકોર્ટે પણ અગ્નિકાંડ મામલે કાઢી હતી ઝાટકણી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને જવાબદાર ગણાવ્યા હતા. જવાબદાર પક્ષકારોને 31 મે સુધીમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ હાઇકોર્ટે આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી પ્રશાસનની છે. RMCએ હાઈકોર્ટના હુકમોનું પાલન કર્યું નથી. આ અધિકારી સામે પગલા લઈ સરકાર સસ્પેન્ડ કરે. સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આગની દુર્ઘટનાઓ નિર્દોષોના જીવ માટે ખલનાયક બની છે.
બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ પર હોબાળો કરવામાં આવ્યો હતો. સ્વજનોની ભાળ મેળવવા રાહ જોઇ રહેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્રણ દિવસ વિત્યા છતા ગુમ થયેલાઓની ભાળ ન મળતા પરિવારજનો ગુસ્સે થયા હતા. તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માંગ કરી હતી. અમને ક્યારે જવાબ મળશે તેવો પરિવારજનોએ સવાલ કર્યો હતો. મૃતકોના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયાની વાત ન માનવાની રાજકોટ પોલીસ વાતો કરી રહી છે. ઈમરજન્સી નંબર પર સંપર્ક કરવાની રાજકોટ પોલીસે અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોનું મિસિંગ લિસ્ટ છે.
6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની અટકાયત કરી. સાથે જ બીયરની ટીમ મળી આવતા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગો કાર્ટ બિલ્ડિંગના પ્રથમ માળે સંચાલકની ઓફિસમાંથી ટીન મળી આવ્યાં છે. જેથી બિયરના 8 જેટલા ટીન મળી આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સોળસો રૂપિયાના બિયરના ટીન કબજે કર્યા છે.