શોધખોળ કરો

Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ

રાજકોટ મનપાની પ્રિ-મોનસૂન કામગીરી એક ઈંચ વરસાદમાં ડુબી ગઈ છે. રાજકોટમાં અનેક ઠેકાણે વાહનો બંધ થયાની ફરિયાદ છે.

Rajkot Rains: રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં વરસાદી માહોલ છવાતા બપોરે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સારો વરસાદ થતા રાજકોટ શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની પોલ ખુલી હતી. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. માત્ર એક ઈંચ વરસાદમાં 150 ફૂટ રિંગ રોડ પાણી પાણી થયું હતું. અમિન માર્ગના છેડે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.

સામાન્ય વરસાદમાં રાજમાર્ગો પર જળબંબાકાર થયા હતા. એસ્ટ્રોન ચોકના નાળામાં વરસાદી પાણી ભરાતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હેમુ ગઢવી હોલ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજકોટ પ્રશાસનના પાપે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, દર વર્ષની આ સ્થિતિ છતાં પ્રશાસન સુધરવા તૈયાર નથી. રાજકોટ મનપાનું નઘરોળ પ્રશાસન ક્યારે સુધરશે એ મોટો સવાલ છે.

Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ

રાજકોટ મનપાની પ્રિ-મોનસૂન કામગીરી એક ઈંચ વરસાદમાં ડુબી ગઈ છે. રાજકોટમાં આજે ધોધમાર વરસાદની આગાહી છે. રાજકોટમાં આજે અત્યાર સુધીમાં દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. રાજકોટમાં અનેક ઠેકાણે વાહનો બંધ થયાની ફરિયાદ છે.  રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. કાલાવડ, લોધિકા, આટકોટ તાલુકામાં પણ વરસાદ છે.

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી

આજે (29 જૂન): બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની શક્યતા.

30 જૂન: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.

1 જુલાઈ: પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા.

2 જુલાઈ: નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.

3 જુલાઈ: બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા.

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget