શોધખોળ કરો
Advertisement
રાજકોટ: કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વિરોધીઓ પર શું ફેંક્યો ખુલ્લો પડકાર, જાણો
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ગામડામાં આપણે કોઈને શેઢા પર ઘૂસવા નથી દેતાં તો આ તો મારા પિતાની વાડી છે. આપણે કોઈને ઘૂસવા દઈએ? મારા પિતાની સીટ પર હું જ લડીશ.
રાજકોટ: જામકંડોરણામાં યોજાયેલા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ વિરોધીઓ પર પ્રહાર કર્યાં હતાં. પડકાર ફેંકતા જયેશ રાદડિયાએ કહ્યુ હતું કે, મારા પિતાની ખેતી પર લણવાનો મારો જ અધિકાર છે. ભલભલા વાવાઝોડાં વિઠ્ઠલભાઈ સામે શાંત પડી ગયા છે. જયેશ રાદડિયાનો આ વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે.
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ગામડામાં આપણે કોઈને શેઢા પર ઘૂસવા નથી દેતાં તો આ તો મારા પિતાની વાડી છે. આપણે કોઈને ઘૂસવા દઈએ? મારા પિતાની સીટ પર હું જ લડીશ. પવન અહીંયાથી ઉપડે કે પછી પોરબંદરથી. ગઈકાલે પણ પોરબંદરથી પવન ઉપડ્યો હતો જોકે શાંત પડી ગયો હતો. મારા પિતાની સીટ પર લણવાનું હું જ કામ કરીશ.
નોંધનીય છે કે, વિજય રૂપાણી સરકારના યુવા મંત્રી જયેશ રાદડિયાએ જામકંડોરણામાં યોજાયેલા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં એવું નિવેદન આપ્યું હતું કે જે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયું હતું.
જયેશ રાદડિયા પોતાના પિતાએ ખેડેલા વિસ્તારની વાત કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, મારા પિતાએ આ વિસ્તારમાં 40 વર્ષ સુધી જનતાની સેવા કરી છે, એટલે હવે તેમણે કરેલી ખેતીના ફળ ખાવાનો અધિકારી મારો જ છે. અહીંથી હું જ લડીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement