Rajkot: રાજકોટમાં શક્તિસિંહે ઉઠાવ્યો રૂપાલાનો મુદ્દો, ભાજપને ગણાવી કૌરવની સેના
Rajkot: રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા
Rajkot: રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે રૂપાલાએ રાજવીઓના કરેલા અપમાન પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રૂપાલા જ્ઞાતિઓ વિરૂદ્ધ બફાટ કરવા ટેવાયેલા છે. રૂપાલાએ ઈતિહાસથી વિપરિત નિવેદન આપ્યા છે.
શક્તિસિંહ ગોહિલે ભાજપને અહંકારી પાર્ટી ગણાવી હતી. અહંકારની સામે અસ્મિતાની લડાઈનો શક્તિસિંહે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ધાનાણી અસ્મિતાને જાળવવા ચૂંટણી લડી રહ્યા છે. પક્ષની વિનંતી પર ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ધાનાણી ક્ષત્રિય માતા-બહેનોના આશીર્વાદ લેવા આવ્યા છે. કેશુભાઈ પટેલનું પણ રૂપાલાએ અપમાન કર્યું હતું.
ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર શક્તિસિંહે સવાલ ઉઠાવતા કહ્યું કે રૂપાલા મુદ્દે ભાજપનું નેતૃત્વ અહંકારી છે. ભાજપના નેતૃત્વએ શેખાવતની પાઘડી ઉછાળી છે. શક્તિસિંહ ગોહિલે પાટીદાર આંદોલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. શક્તિસિંહે ભાજપને સમાજોની વિરોધી પાર્ટી ગણાવી હતી.
શક્તિસિંહે કહ્યુ કે ભાજપના નેતાઓ વારંવાર વાણીવિલાસ કરે છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના કનુભાઈ દેસાઈ પર આરોપ લગાવ્યા હતા. કનુભાઈ દેસાઈએ કોળી સમાજનું અપમાન કર્યાનો શક્તિસિંહનો આરોપ લગાવ્યો હતો. રૂપાલાએ માફી અહંકાર સાથે માંગી હતી.
‘આ ચૂંટણી દેશના બંધારણની સુરક્ષા માટેની ચૂંટણી છે’
રાજકોટમાં કૉંગ્રેસના સંવિધાન બચાવો સંમેલનમાં પરેશ ધાનાણીએ પણ સમાજ વચ્ચે ઝઘડો ન કરવાની વિનંતી કરી હતી. ધાનાણીએ કહ્યુ કે લોકશાહીમાં મતના માલિક તમે છો. મત નામના શસ્ત્રની ધાર બુઠ્ઠી ન થવા દેતા. સાગમટે અને સંગઠીત થઈને મતદાન કરજો. આ ચૂંટણી દેશના બંધારણની સુરક્ષા માટેની ચૂંટણી છે. જનજનના સ્વાભિમાનને બચાવવાની ચૂંટણી છે. સત્તાના અહંકારને ઓગાળવા માટેની ચૂંટણી છે. આ લડાઈ સંસદ સભ્ય બનવાની નથી. ભાજપને રાજકોટમાંથી એકપણ લાયક ઉમેદવાર મળ્યા નથી. અમરેલીથી ભાજપે ઉમેદવારને આયાત કરવા પડ્યા હતા. બધાને પ્રેમના તાંતણે બાંધવા રાજકોટ આવ્યો છું.પોલીસ તંત્રની દાદાગીરીને ખતમ કરવા આવ્યો છું. સંસદ સભ્ય બનવું મારૂ સપનું નથી. આ લડાઈ નવી પેઢીને બચાવવાની છે.
બીજી તરફ રાજકોટ કૉંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી વિવાદ થયો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મહાત્મા ગાંધી વિશે કરી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ગાંધીની બાપુ સાથે સરખામણી કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂની ટિપ્પણી કરતો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો.