શોધખોળ કરો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
થોડા સમય પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ 500 થી વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હતી. આ ખાલી જગ્યાઓ માટે રજિસ્ટ્રેશન લાંબા સમયથી થઇ રહ્યું હતું. હવે અરજી કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે.
ફોટોઃ એબીપી અસ્મિતા
1/5

થોડા સમય પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ 500 થી વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હતી. આ ખાલી જગ્યાઓ માટે રજિસ્ટ્રેશન લાંબા સમયથી થઇ રહ્યું હતું. હવે અરજી કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 13 સપ્ટેમ્બર 2024 છે. આ ભરતી અભિયાન દ્વારા સફાઈ કામદારોની જગ્યાઓ ભરવામાં આવશે.
2/5

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મું અને 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. બીજી શરત એ છે કે ઉમેદવાર ઓછામાં ઓછા 20 વર્ષથી રાજકોટમાં રહેતો હોવો જોઈએ. રાજકોટ મહાનગરમાં જેમના પરિવારના સભ્યો સફાઈ કામદાર તરીકે કામ કરતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે પરંતુ અરજદારના પરિવારની કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં ન હોય તે જરૂરી છે. આ પદો માટે વય મર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
Published at : 13 Sep 2024 10:31 AM (IST)
આગળ જુઓ





















