શોધખોળ કરો

Protest: શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન, વાલીઓનું ટોળુ સુત્રોચ્ચાર સાથે FRC કચેરી પહોંચ્યું

આજે સવારથી જ રાજકોટમાં એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારા મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

Rajkot: રાજ્યભરમાં શાળા-કૉલેજોનું ફી વધારાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે, હવે આ મામલે રાજકોટમાં વાલીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં પ્રદર્શન આજે જોરદાર પ્રદર્શન જોવા મળ્યુ હતુ, વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા સુત્રોચ્ચાર સાથે FRC કચેરીમાં ધામા નાંખ્યા હતા. 

આજે સવારથી જ રાજકોટમાં એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા ફી વધારા મુદ્દે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. શહેરમાં અલગ-અલગ સ્કૂલોમાં ફી વધારાને લઇને વાલીઓનું ટોળું હાથોમાં બેનરો સાથે સુત્રોચ્ચાર સાથે એફ આર સી કચેરી પહોંચ્યુ હતુ.

Protest: શાળાઓમાં ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન, વાલીઓનું ટોળુ સુત્રોચ્ચાર સાથે FRC કચેરી પહોંચ્યું

રાજકોટ એફઆરસી કચેરી ખાતે વાલીઓ અને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. FRCના સભ્ય અજયભાઈ પટેલે આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં અનેક શાળાઓની ફી વધારાની દરખાસ્ત આવી છે. સૌરાષ્ટ્ર ઝૉનની 5500માંથી 250 સ્કૂલો દ્વારા ફી વધારો માંગવામાં આવ્યો, ફી વધારા મુદ્દે અલગ બાબતોની તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં જે વધારો કર્યો હોય તે શાળાએ વિદ્યાર્થીઓ ને ફી પરત આપવી પડશે. હાલમાં વાત છે કે, રાજકોટમાં ચાર કે પાંચ શાળાઓએ ફી વધારો કર્યો છે. ફી વધારો આપવામાં આવ્યો નથી છતાં અમુક શાળાઓ ફી વધારો કરી દીધો છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શાળાઓ પ્રૉવિજનલ ફી લઈ શકે છે.

સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી સેનેટની ચૂંટણી જાહેર

છેલ્લા કેટલાય દિવસથી ચાલતી અટકળોને હવે અંત આવ્યો છે. છેવટે હવે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટની ચૂંટણીને જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી સેનેટની ચૂંટણી આગામી ૨૨ જુલાઇએ યોજાશે. માહિતી પ્રમાણે, 22 જુલાઇએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટ ચૂંટણી ૯ બેઠકો માટે યોજાશે. આ સેનેટ ચૂંટણી ગ્રામિધાશાખા ૧, પરફૉર્મિંગ આર્ટસ ૧, આર્કિટેક્ચર ૧, માધ્યમિક શાળાના શિક્ષકોની ૨ અને આચાર્યોની ૨ મળીને કુલ ૯ બેઠક માટે યોજાશે. આને લઇને પાંચ જિલ્લાઓમાં મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. આ પહેલા નિયત સમયે ચૂંટણી ના યોજતા પૂર્વ સિન્ડીકેટ સભ્યોનું જૂથ હાઇકોર્ટમાં પહોંચ્યું હતું, હાઇકોર્ટમાં આજે હિયરીંગ થાય તે પહેલા યુનિવર્સિટીએ ચૂંટણી જાહેર કરી દીધી છે.આત્મીય યૂનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ વિરુદ્ધ 33 કરોડની ઉચાપતની ફરિયાદ, શું છે કૌભાંડનો મામલો

રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં આત્મીય યૂનિવર્સિટીમાંથી ઉચાપત મામલો સામે આવ્યો છે. રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટીમાં 33 કરોડની ઉચાપત થયાની ફરિયાદ નોંધાઇ છે, આ 33 કરોડની ઉચાપતને લઇને આત્મીય યૂનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ સહીતના બીજા કેટલાક લોકો વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટી વિવાદોમાં આવી છે, આ વખતે ઉચાપતની ફરિયાદના કારણે વિવાદમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આણંદના બારકોલમાં રહેતા પવિત્ર હર્ષદરાય જાનીએ ઉચાપત થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમને આત્મીય યૂનિવર્સિટીના સાધુ ત્યાગ વલ્લભદાસ ધર્મેશ જીવાણી અને તેમની પત્ની વેશાખીબેન જીવાણી અને નિલેશ મકવાણા વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટમાં ચાલતી સંસ્થામાં 33 કરોડ રૂપિયાની ઉચાપતમાં બેન્કમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. હરિધામ સોખડાના સ્વામી હરીપ્રસાદ દાસજીના અવસાન બાદ તમામ ટ્રસ્ટોમાં મોટી નાણાકીય ગરબડ આચરીને મોટી ઠગાઈ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાલુકા પોલીસમાં આત્મીય યૂનિવર્સિટીના સાધુ ટીવી (ત્યાગ વલ્લભ સ્વામી) ધર્મેશ જીવાણી, વેશાખી ધર્મેશ જીવાણી વિરુદ્ધ ફરિયાદ થતા ભારે ચર્ચા જાગી છે, તેમને ડમી કંપની ઉભી કરી કરોડો રૂપિયાની હેરફેર કરી હોવાની વાત પણ ચર્ચાએ ચઢી છે. 

ખાસ વાત છે કે, આ આત્મીય યૂનિવર્સિટી સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલે છે. ફરિયાદી પવિત્ર જાની હરીપ્રસાદ સ્વામીના તાબામાં તેઓએ સન્યાસ લીધો હતો અને તેઓ 28 વર્ષ હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા છે, આત્મીય ટ્રેક ઉત્કૃષનું ભૂતિયું ખાતું ખોલાવ્યું હતું, આત્મીય યૂનિવર્સિટીના કર્તાહર્તા ટીવી સ્વામી સહિત ચાર વિરુદ્ધ 33 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget