શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ મંદિરના પૂજારીએ યુવતીને કેમ જીવતી સળગાવી ? જાણો શું હતું કારણ ?
રાજકોટઃ વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા જ રંગીલા રાજકોટમાં પ્રેમને લાંછન લગાડનારી ઘટના બની હતી. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના મોટામહુવા ગામ પાસે કાલભૈરવ મંદિરના પૂજારીએ એક તરફી પ્રેમમાં પાગલ બની એક પરણિતાને જીવતી સળગાવી દીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પીડિતા પરણિતાની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હજુ સુધી પરણિતાને સળગાવવાનું કારણ બહાર નથી આવ્યું, પરંતુ એક તરફી પ્રેમમાં પાગલ મોટા મહુવાના કાલભૈરવ મંદિરના પૂજારીએ પરણિતાને સળગાવી હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે.
હાલમાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરી દીધા છે. વધારે માહિતી પરણિતાના નિવેદન અને આરોપીની ધરપકડ બાદ જ બહાર આવશે. હાલમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વેલેન્ટાઈન ડેને પ્રેમના પ્રતિક રૂપે ઉજવવામાં આવે છે, ત્યારે તેના એક દિવસ પહેલા જ રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ પૂજારીના આવા કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement