શોધખોળ કરો

Rajkot: LRD ભરતીમાં બોગસ કોલ લેટરના આધારે ભરતી કૌભાંડનો પર્દાફાશ, માસાએ જ યુવક પાસેથી ચાર લાખ રૂપિયા ખંખેર્યા

Rajkot: રાજકોટ પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો

Rajkot: રાજકોટ પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો.  2021ની LRD ભરતીમાં બનાવટી નિમણુંક પત્રના આધારે ઘૂસવાનો પ્રયાસ કરાયો હતો. 19 ઓગષ્ટે પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર સાથે હાજર થયો હતો. કોલ લેટર જોતા શંકા ઉભી થઇ હતી જેના કારણે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. પ્રદિપ મકવાણા ખોટા નિમણૂંક પત્ર સાથે  હાજર થયો હતો. નિમણૂંક પત્રની ચકાસણી કરાતા તેના પર મેહુલ તરબુંડીયા નામના ઉમેદવારની પસંદગી થયેલ હોય અને જેથી પ્રદિપ મકવાણાના નિમણૂંક પત્ર ખોટા હોવાનું સામે આવ્યું હતું.                    

ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ૪ લાખ રૂપિયામાં સેટિંગ કરાવ્યાની વાત કહીને ૨૦૨૧ એલઆરડી ભરતીનો કોલ લેટર આપ્યો હતો. પ્રદિપને ભાવેશ ચાવડાએ લોક રક્ષકમાં ભરતી કરાવવાનું કહીને ગાંધીનગરથી એક મહિલાનો ફોન પણ કરાવ્યો અને પોસ્ટ ઓફિસ મારફતે બોગસ કોલ લેટર પણ મોકલ્યો હતો. હાલમાં પોલીસે ચાર જણાની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ મામલે પ્રદિપ મકવાણા, તેના પિતા ભરત મકવાણા, ભાવેશ ચાવડા, બાલાભાઈ ચાવડા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.                             

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રદિપના માસા ભાવેશ ચાવડાએ ચાર લાખ રૂપિયા લઇને નકલી નિમણૂક પત્ર મોકલ્યો હતો. 2021ની પરીક્ષામાં પ્રદીપ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયો હતો. LRD બોર્ડમાં સેટિંગ કરવાનું કહી ચાર લાખ રૂપિયા લીધા હતા. ભાવેશ ચાવડાએ એક મહિલા મારફતે ફોન પણ કરાવ્યો હતો. દસ્તાવેજ વેરિફિકેશનમાં સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.               

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ઉમેદવાર પ્રદીપ મકવાણા, તેના પિતા ભરતભાઈ મકવાણા ,ભાવેશભાઈ ચાવડા તેમજ બાલાભાઈ ચાવડા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૪૭૪ અને ૧૨૦(બી) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.                       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget