rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થ્રેસરમાં સાડીનો છેડો આવી જતા મહિલાનું મોત
ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થ્રેસરમાં સાડીનો છેડો આવી જતા મહિલાનું મોત થયું હતુ. મળતી જાણકારી અનુસાર રાજકોટના ધોરાજીમાં પંચનાથ મંદિર બાજુમા આવેલ વાડીમાં થ્રેસરમાં મગ લેવામા આવી રહ્યા હતા. દરમિયાન દાહોદના રહેવાસી ગીતાબેન સુરેશ ભાઈ પાંડોળની સાડી થ્રેસરમાં આવી જતા તેમનું મોત થયું હતું.
મળતી જાણકારી અનુસાર, થ્રેસરમાં કામ કરતી વખતે ગીતાબેનની સાડીનો છેડો આવી જતા ગળે ફાંસો લાગતા તેમનું મોત થયું હતું. ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Rajkot: મહિલા તબીબે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટમાં કર્યો આ ઉલ્લેખ
Rajkot News: રાજકોટમાં મહિલા તબીબે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. 25 વર્ષીય બિંદીયા નામની યુવતિએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. માધાપર ચોકડી નજીક આવેલા અતુલ્ય એપાર્ટમેન્ટમાં ઘરે ગળાફાંસો લગાવીને મહિલા તબીબે આપઘાત કરતાં સોંપો પડી ગયો છે. મહિલા તબીબે આત્મહત્યા કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. મહિલા તબીબ સિનર્જી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં ફરજ બનાવતા હતા, પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરીને તપાસ શરૂ કરી છે.
પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતા પતિની પ્રેમી સાથે મળી પોતાની નજર સામે જ કરાવી હત્યા
પોરબંદરમાં પ્રેમી સાથે મળી પરિણીતાએ પોતાના જ પતિની હત્યા કરી કરાવી હોવાનો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ ગઢવી નામના યુવાનની 23 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની અટકાયત કરી હતી. જેમણે પોલીસ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે આરોપી રહીમને મૃતક કાયાભાઇની પત્ની નીતાબેન સાથે પ્રેમ સંબંધ હતો. કોઇને શંકા ના જાય તે માટે પોતાની હાજરીમાં જ પ્રેમી સાથે મળીને નીતાબેને પતિની હત્યા કરાવી હતી. પોલીસે હત્યામાં સામેલ કાયાભાઈની પત્ની નીતાબેન તથા તેના પ્રેમી રહીમ સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
મળતી જાણકારી અનુસાર, શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ રામભાઈ ગઢવી અને તેમના પત્ની નીતાબેન 23, મેના રોજ રાત્રીના સમયે બાઈક પર શહેરના એમ.જી. રોડ પર ખીજડી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર ધસી આવેલા બે શખ્સોએ કાયાભાઈ ગઢવીના બાઈકને આંતરી તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં કાયાભાઈના પત્ની નીતાબેનને હાથના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોરબંદર સિટી ડીવાય.એસ.પી. નીલમ ગૌસ્વામી, કમલાબાગ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ વિજયસહ પરમાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.પોલીસે હત્યારાઓને ઝડપી લેવા સમગ્ર શહેરમાં નાકાબંધી કરાવી દીધી હતી અને થોડા કલાકોમાં બંન્ને આરોપી રહીમ હુસૈન ખીરાણી તથા મીરાજ ઈકબાલ પઠાણને ઝડપી લીધા હતા