શોધખોળ કરો

Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ.
  • અમદાવાદ, સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આવતીકાલે રેડ એલર્ટ યથાવત.
  • દક્ષિણ, મધ્ય ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

રાજકોટ:  આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આવતીકાલે પણ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

આવતીકાલે પણ અમદાવાદમાં રેડ એલર્ટ યથાવત

હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે પણ અમદાવાદમાં રેડ એલર્ટ રહેશે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. રેડ એલર્ટ વચ્ચે આજે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી રહેશે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી શકે છે. જોકે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તંત્રએ નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર નજર રાખવા અને ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આજે 13 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો- Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અનેક વિસ્તારોમાં યલો એલર્ટ

આજે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે અગાઉ જ શહેરમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટની આગાહી કરી હતી, જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. 

Advertisement

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget