શોધખોળ કરો
Advertisement
રાજકોટ: રાષ્ટ્રીય શાળામાંથી ઝડપેલા 5 લાખના દારૂ મામલે પોલીસે સંદિપ દક્ષિણીની ધરપકડ કરી
રાજકોટની રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટર માંથી દારૂ મળવાને મામલે રાજકોટના એ ડિવિઝન પોલીસે આરોપી સંદિપ દક્ષિણીની ધરપકડ કરી છે.
રાજકોટ: રાજકોટની રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટર માંથી દારૂ મળવાને મામલે રાજકોટના એ ડિવિઝન પોલીસે આરોપી સંદિપ દક્ષિણીની ધરપકડ કરી છે. પોલીસે 2 દિવસ પહેલા દરોડા પાડી કુલ 5 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
રાજકોટ પોલીસે રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાં દરોડા પાડતા 5 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. ગાંધીજી સાથે જોડાયેલી શાળાના ક્વાર્ટરમાંથી 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે જ્યારે રાષ્ટ્રીયશાળાના ક્વાર્ટરમાં દરોડા પાડ્યા ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.
રાજકોટ પોલીસે રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાંથી દારૂ મળી આવ્યા બાદ દારૂના અડ્ડા પર ચેકીંગ હાથ ધર્યું છે. શહેરના અલગ- અલગ વિસ્તારમાં પાંચ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement