શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોતના મુખમાંથી ખભ્ભે બેસાડીને બે છોકરીઓને બચાવનાર આ પોલીસ કોન્સ્ટેબલ કોણ છે? ઓળખો
ટંકારા પાસે આવેલા કલ્યાણપુર ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે રેસ્ક્યુ કર્યું હતું. પોલીસ તરવૈયા સાથે રેસ્ક્યૂમાં જોડાઈ અને દિલધડક ઓપરેશન કર્યુ હતું.
મોરબી: ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાના તમામ વિસ્તારોમાં પાણી ભરી વળ્યું હતું. છેલ્લા 24 કલાકમા મોરબીમા 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે ટંકારા પાસે આવેલા કલ્યાણપુર ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે રેસ્ક્યુ કર્યું હતું. પોલીસ તરવૈયા સાથે રેસ્ક્યૂમાં જોડાઈ અને દિલધડક ઓપરેશન કર્યુ હતું.
પોલીસ કોન્સ્ટેબલે ખભ્ભા પર બેસાડીને બે છોકરીઓને લઈને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બચાવી હતી. ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. ત્યારે ગામના લોકોને બચાવા માટે આવેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોડાઈ ગઈ હતી અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવવામાં મદદ કરી હતી.
રેસ્ક્યૂ કરી રહેલા એક પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બન્ને બાળકોને બચાવતો નજરે પડ્યો હતો. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા તેમાં જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.
આ વીડિયો બાદ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની સરાહનીય કામગીરીની ચોમેર પ્રસંશા થઈ રહી છે. હાલ આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ફેસબુકમાં આ તસવીરને પોતાના પેજ પર શેર કરી રહ્યા છે.
ટંકારા પોલીસના જવાન પુથ્વીરાજ સિંહ જાડેજા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં બે બાળકીઓને ખભે લઇ પોતાની જાનની પરવા કર્યા વગર પાણી પાર કરાવવાની પ્રંશસનીય કામગીરી સાહસીક રીતે કરી ગુજરાત પોલીસના માનવીય અભિગમનો વધુ એક દ્રષ્ટાંત આપી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion