શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 

રાજકોટ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રાજકોટ શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટ શહેરમાં ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું.
  • જેતપુર-ધોરાજીમાં વરસાદથી ખેડૂતો ખુશ, વાતાવરણમાં ઠંડક પ્રસરી.
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી; ચોમાસું સક્રિય બનશે.

Rajkot Rains: રાજકોટ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રાજકોટ શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. 

બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરુઆત થઈ હતી. શહેરના કાલાવડ રોડ, રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ધીમી ધારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ રસ્તો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  

જેતપુર અને ધોરાજી પંથકમાં વરસાદ

રાજકોટ શહેર સિવાય જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના જેતપુર અને ધોરાજી પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ધોરાજીમા લાંબા સમયની રાહ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ધોરાજીના ગેલેક્સી ચોક,  અવેડા ચોક, સ્ટેશન રોડ, જેતપુર રોડ, સરદાર ચોક,  જમનાવડ રોડ,  પોસ્ટઓફિસ ચોક સહિતના વિસ્તારમા વરસાદ વરસ્યો હતો.  

આ પણ વાંચો- સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ

ધોરાજી પંથકમા વરસાદની એન્ટ્રી

ધોરાજી શહેરમા મેઘરાજાનું આગમન થતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થયા છે.  ધોરાજી પંથકમા વરસાદની એન્ટ્રી થતા જે ખેડૂતોએ આગોતરા કરવામાં આવેલા વાવેતરને ફાયદો થશે.  ધોરાજીમાં વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા.  વરસાદને લઈ વાતાવરણમા ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી છે.

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 1થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5થી 6 દિવસ દરમિયાન ચોમાસું વધારે સક્રિય રહેશે અને વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસું છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું તેમાં હવે ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget