શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ કયા જિલ્લામાં આજે નોંધાયા નવા 22 કેસ? જાણો વિગત
જિલ્લામાં હાલ, 137 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 199 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે અમરેલી જિલ્લામાં નવા 22 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લામાં હાલ, 137 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 199 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં જુલ્લામાં કોરોનાથી 16 લોકોના મોત થયા છે. જિલ્લામાં કુલ 352 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો રાજકોટમાં 679 છે. આ પછી ભાવનગરમાં 397 અને પછી સુરેન્દ્રનગરમાં 345 એક્ટિવ કેસો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી ઓછું સંક્રમણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છે.
વધુ વાંચો





















