(Source: ECI/ABP News/ABP Majha)
અગ્નિકાંડ પહેલાનો TRP ગેમઝોનનો વીડિયો વાયરલ, ચૌકાવનારા દ્રશ્યો, જુઓ ઘોર બેદરકારીનો નમૂનો
રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી તે સમયના 5 દિવસ પહેલાનો વીડિયો વાયરલ થયો છે. જેના કેટલાક દશ્યો આપને ચોકાવી દેશે
Rajkot :ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) ટીઆરપી ગેઇમ ઝોને એક નહિ પરંતુ 27 લોકોના જીવતા સળગાવ્યા, આટલી ભીષણ આગ કેમ લાગી તે સવાલ સતત ઉઠી રહ્યાં છે અને તે જ દિશા તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી છે. ટીઆરપી ગેમ ઝોનની બેદરકારી રજૂ કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઘટનાના 4થી5 દિવસ પહેલાનો એક વીડિયો સામે વીડિયો સામે આવ્યો છે. વીડિયામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે,આગ લગાડવા માટે જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં હતી. વેલ્ડિગના કામ સાથે અહીં જ્વલંતશીલ પદાર્થના કેરબા પણ જોવા મળે છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.વેલ્ડીંગનો સામાન, ટાયરો સાથે જ પેટ્રોલ કે અન્ય જ્વલંતશીલ પદાર્થનો કેરબાના દ્ર્શ્યો વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. એક વ્યક્તિ ખુરશી પર, તો બીજા બે મજૂરો થાંભલા પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયો દુર્ઘટનાના પાંચથી સાત દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવી રહ્યો છે.
ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) ટીઆરપી ગેઇમ ઝોને એક નહિ પરંતુ 27 લોકોના જીવતા સળગાવ્યા, આટલી ભીષણ આગ કેમ લાગી તે સવાલ સતત ઉઠી રહ્યાં છે અને તે જ દિશા તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરી છે. ટીઆરપી ગેમ ઝોનની બેદરકારી રજૂ કરતા કેટલાક દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઘટનાના 4થી5 દિવસ પહેલાનો એક વીડિયો સામે વીડિયો સામે આવ્યો છે. વીડિયામાં સ્પષ્ટ જોઇ શકાય છે કે,આગ લગાડવા માટે જરૂરી બધી જ વસ્તુઓ ત્યાં હતી. વેલ્ડિગના કામ સાથે અહીં જ્વલંતશીલ પદાર્થના કેરબા પણ જોવા મળે છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.વેલ્ડીંગનો સામાન, ટાયરો સાથે જ પેટ્રોલ કે અન્ય જ્વલંતશીલ પદાર્થનો કેરબાના દ્ર્શ્યો વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. એક વ્યક્તિ ખુરશી પર, તો બીજા બે મજૂરો થાંભલા પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયો દુર્ઘટનાના પાંચથી સાત દિવસ અગાઉનો હોવાનું માનવામાં આવી રહ્યો છે.હૃદયને હચમચાવી દેતી રાજકોની અગ્નિકાંડની ઘટનામાં તપાસનો દૌર તેજ બન્યો છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
હૃદયને વલોવી દેનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની (TRP Game Zone Fire) ધટનાના પગલે હવે તંત્ર સફાળું જાગ્યું છે. સત્તાવાર રીતે સામે આવેલા આંકડા મુજબ ભીષણ આગમાં 27 લોકો જીવતા સળગ્યાની આ ઘટના બાદ જવાબદાર સામે પગલા લેવા એસઆઇટીએ તપાસ શરૂ કરી છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીને ધરપકડ કરવામાં આવી છે.
ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે. 24 કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત 10 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. . જમીનના માલિકો, ગેમઝોનના સંચાલકો અને અધિકારીઓ સહિત 10 વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠીયા વિરૂદ્ધ એસીબીની તપાસ શરૂ કરી છે. ઈમબ્રાન્ચને સાથે રાખીને એસીબીની ટીમે સાગઠીયાની ઓફિસમાંથી તપાસ કરી અલગ અલગ દસ્તાવેજો જપ્ત કર્યાં છે.જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ એસીબીનું રાજકોટમાં મહા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ટીપીઓ મનસુખ સાગઠીયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અલગ અલગ પાંચ ટીમો બનાવી એસીબીએ અગ્નિકાંડના તમામ આરોપી અધિકારીઓની ઓફિસ,મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.