(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં બસમાં આગ લાગવાની બે ઘટના, રાજકોટમાં આગ પછી મચી અફરા-તફરી
રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક સીટી બસમાં અગમ્ય કારણોસર આગ લાગી ગચીય ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ લેવામા આવી. કોઈ જાનહાનીના સમાચાર નહીં.
રાજકોટઃ રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક સીટી બસમાં અગમ્ય કારણોસર આગ લાગી ગચીય ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ લેવામા આવી. કોઈ જાનહાનીના સમાચાર નહીં. બસ ઉભી હતી અને ડ્રાઈવરે જેવો સેલ્ફ માર્યો તો એન્જિનના ભાગમાંથી તાત્કાલિક બસ સળગવા માંડી. આસપાસમાં પડેલા બે બાઇક પણ સળગીને ખાક થઈ ગયા. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બૂજાવવામાં આવી. ડ્રાઇવરે કહ્યું તાત્કાલિક અમે નીચે ઉતરી ગયા અને બે મુસાફરો પણ નીચે ઉતારી દેવામાં આવ્યા. બસ પાસે આવેલો વીજ પોલ અને પીપળાનું ઝાડ પણ બળીને ખાખ થઇ ગયું.. આસપાસના વેપારીઓએ કહ્યું આગ ખૂબ જ ભયાનક હતી. ગણતરીની સેકન્ડોમાં આખી બસમાં આગ લાગી ગઈ.
સુરતમાં હજીરાના મોરા ગામમાં ખાનગી બસમાં લાગી આગ. આગમાં બસ બળીને થઈ ખાખ. પાર્ક કરેલી બસમાં આગ લાગતા જાનહાનિ ટળી. આગ લાગતા હજીરા ઇન્ડ્રસ્ટ્રી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક ઇન્ડસ્ટ્રી ફાયર અને સુરત ફાયર ઘટના સ્થળે પહોંચી આગને બુજાવી. આગ લાગવાનું કારણ અકબંધ છે.
સુરત: સુરત હીરા બાગ ખાતે મંગળવારે રાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જે યુવતીનું મોત થયું તે ગોઆમાં મેરેજ એનવર્સરી મનાવીને પરત આવી રહી હતી. મૃતક તાન્યા અને પતિ વિશાલ જે સીટ પર બેઠા હતા. તેની જ નીચે બ્લાસ્ટ થયો હતો.
જે બસનો અકસ્માત થયો તે રાજધાની ટ્રાવેલ્સ ભાવનગર આવી રહી હતી. જેમાં લગ્નની બીજી મેરેજ એનવર્સરી ઉજવીને સુરતથી ભાવનગર આવતા દંપતીનો માળો વિખેરાઇ ગયો હતો. ભાવનગરના વિશાલ અને પત્ની તાન્યાને લગ્નના બે વર્ષ પૂરા થતાં તેઓ ગોઆ ફરવા ગયા હતા.
તેઓ એનવર્સરીની ઉજવણી કરીને ફ્લાઇટમાં અમદાવાદથી ભાવનગર આવવાના હતા. જોકે, ગોવા-અમદાવાદની ફ્લાઇટના બદલે દંપતીને ગોવા-સુરતની ટિકિટ અપાતા મંગળવારે સાંજે દંપતી સુરત એરપોર્ટ ઉતર્યું હતું. તેમજ ત્યાંથી રાજધાની ટ્રાવેલ્સમાં બેસીને ભાવનગર આવી રહ્યા હતા, તે સમયે બસને અકસ્માત નડ્યો હતો.
બસમાં લાગેલી આગમાં વિશાલ દાઝી ગયો હતો. જ્યારે તેની પત્ની તાન્યાનું બસમાં ફસાઇ જવાના કારણે મોત થયું હતું. વિશાલને અત્યારે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.