શોધખોળ કરો
Advertisement
મોરબીઃ વાંકાનેરમાં બે ST બસ સામસામે ટકરાઈ, બસના કેવા થયા હાલ?
વાંકાનેરના ખેરવા પાસે એસટી બસ સામસામે ટકરાતા 10 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 5ને ગંભીર ઇજા થતા તેમને રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા છે.
મોરબીઃ વાંકાનેરના ખેરવા પાસે બે એસટી બસ વચ્ચે આજે અકસ્માત સર્જાયો હતો. રોડ પર બંને બસ સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેમાંથી પાંચ લોકોને ગંભીર ઇજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બસ સામસામે ટકરાતા રોડ બ્લોક થઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીની પણ મદદ લેવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement