શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ 8 વર્ષની બાળકીનું અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર, આરોપીને પકડવા સીસીટીવી કરાયા કબ્જે
રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી અજાણ્યા શખ્સે ગુજાર્યો બળાત્કાર, પોલીસે સીસીટીવી કબ્જે કરી હાથ ધરી તપાસ.
રાજકોટઃ શહેરમાં ત્રણ દિવસની અંદર જ બળાત્કારની બીજી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા કૌટુંબિક દાદાએ કૌટુંબિક પુત્રી સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી હતી, જે મામલે મહિલા પોલીસે કૌટુંબિક દાદાની ધરપકડ પણ કરી છે. ત્યારે શુક્રવારની રાત્રે શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે.
બાબરાનો શ્રમિક પરિવાર શહેરના ૮૦ ફુટના રોડ પર ઝૂપડાની અંદર સૂતો હતો ત્યારે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ દિકરીનું અપહરણ કરી તેને ૮૦ ફૂટ રોડના પુલ નીચે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો સાથે જ તેને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
દુષ્કર્મ આચરી લીધા બાદ દુષ્કર્મ આચરનારા શખ્સે બાળકીને તેના ઝૂપડાથી થોડે દૂર રેઢી મૂકી જતો રહ્યો હતો. જે બાદ બાળકી ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં પોતાના પરિવાર પાસે પહોંચી હતી અને સમગ્ર આપવીતી જણાવી હતી. મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે આ મામલે અપહરણ અને દુષ્કર્મની કલમનો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરવામાં આવ્યા છે. બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. તેમજ બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવાયું છે. થોરાળા પોલીસ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement