શોધખોળ કરો

રાજકોટમાં કાલે સાંજે 5 વાગ્યે નિવાસસ્થાનેથી વિજયભાઈની અંતિમ યાત્રા નીકળશે, અંતિમ યાત્રાનો રુટ જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું.તેમના પાર્થિવદેહને અંતિમ વિદાય આપવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું.તેમના પાર્થિવદેહને અંતિમ વિદાય આપવા માટેનો સંપૂર્ણ કાર્યક્રમ રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કાલે, સોમવારે (16 જૂન 2025) સાંજે 5 વાગ્યે રાજકોટમાં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આ ઉપરાંત, વિજયભાઈ રૂપાણી અને દુર્ઘટનાના અન્ય દિવંગતોની યાદમાં રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થના સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

પાર્થિવદેહનો રૂટ અને અંતિમ દર્શન

રૂપાણી પરિવાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, આવતીકાલે સોમવારે સવારે 11.00 વાગ્યે વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. સવારે 11.30 વાગ્યે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે પાર્થિવદેહનો સ્વીકાર કરાશે. ત્યારબાદ, સવારે 11.30 થી 12.30 દરમિયાન પાર્થિવદેહને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી એરપોર્ટ લઈ જવામાં આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઈટ દ્વારા રાજકોટ માટે ટેકઓફ થશે. બપોરે 2.00 થી 2.30 વાગ્યાની વચ્ચે પાર્થિવદેહને રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી લાવવામાં આવશે. 

બપોરે 2.30 થી 4.00 વાગ્યા દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) લઈ જવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, સામેનો રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને પહોંચશે. સાંજે 4.00 થી 5.00 વાગ્યા સુધી વિજયભાઈના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 

અંતિમયાત્રાનો વિગતવાર રૂટ 

સાંજે 5.00 થી 6.00 વાગ્યા દરમિયાન નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ અંતિમયાત્રા પ્રકાશ સોસાયટી (નિવાસસ્થાન) થી શરૂ થઈને નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને અંતે રામનાથપરા સ્મશાન પહોંચશે.

પ્રાર્થના સભાઓ

રાજકોટમાં પ્રાર્થનાસભા: મંગળવાર, 17 જૂન 2025 ના રોજ સાંજે 3.00 થી 6.00 વાગ્યા સુધી રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે યોજાશે.

ગાંધીનગરમાં પ્રાર્થનાસભા (પરિવાર દ્વારા): ગુરુવાર, 19 જૂન 2025 ના રોજ સવારે 9.00 થી 12.00 વાગ્યા સુધી હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર ખાતે યોજાશે. 

ગાંધીનગરમાં ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સભા: શુક્રવાર, 20 જૂન 2025 ના રોજ સાંજે 4.00 થી 6.00 વાગ્યા સુધી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા વિજયભાઈ રૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભા યોજાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget