શોધખોળ કરો
Advertisement
મોદી સરકારની 5 લાખ કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરવાની વિચારણા ? જાણો શું છે આ સમાચારની હકીકત..
કેન્દ્ર સરકાર પાંચ લાખ કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરશે એવો દાવો કેટલાક અખબારી અહેવાલોમાં કરાયો હતો.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ હતી. આ કારણે કેન્દ્ર સરકારની આવક પર પણ અસર થઈ છે તેથી કેન્દ્ર સરકાર પાંચ લાખ કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરશે એવો દાવો કેટલાક અખબારી અહેવાલોમાં કરાયો હતો. જો કે કેન્દ્ર સરકારે આ દાવાને ખોટો ગણાવીને કેન્દ્રીય કર્મચારીઓને છૂટા કરવાની કોઈ દરખાસ્ત નહીં હોવાની સ્પષ્ટતા કરી છે.
આ અખબારી અહેવાલમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારના પર્સોનલ, શસ્ત્ર નિર્માણ અને રેલ્વે વિભાગના કર્મચારીઓને નિશાન બનાવીને તેમને છૂટા કરાશે. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે, પર્સોનલ વિભાગે 30 વર્ષથી વધારે વર્ષ નોકરીમાં ગાળ્યાં હોય કે પછી 55 વર્ષથી વધારે વય હોય એવા તમામ કર્મચારીઓની વિગતો માંગી છે. આ કર્મચારીઓને કાયદો લાવીને છૂટા કરી દેવાશે. અત્યારે 60 વર્ષની નિવૃત્તિની વય છે પણ પાંચ વર્ષ પહેલાં તેમને નિવૃત્ત કરી દેવાશે અને પેશંન પણ ઓછું મળશે એવો દાવો આ અહેવાલમાં કરાયો હતો.
આ કર્મચારીઓને ગ્રેચ્યુઈટી તથા પેન્શન ઓછું મળશે તેમજ પ્રમોશનનો લાભ નહીં મળે એવો દાવો પણ કરાયો હતો. ભારત સરકારના પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, આ સમાચાર તદ્દન ખોટા છે. પીઆઈ ફેક્ટ ચેક દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરાઈ છે કે, સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલા આ સમાચાર તદ્દન ખોટા છે અને કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત અંગે વિચાર કરી રહી નથી તેથી મહેરબાની કરીને આ પ્રકારના ખોટા સમાચારોથી સાવધાન રહો.दावा: एक न्यूज़ रिपोर्ट में दावा किया गया है कि केंद्र सरकार 5 लाख केंद्रीय कर्मचारियों को नौकरी से निकालने की तैयारी कर रही है।#PIBFactcheck: फेक न्यूज़। सरकार ऐसे किसी प्रस्ताव पर विचार नहीं कर रही है। कृपया ऐसी फैलाई जा रही ख़बरों से सावधान रहें। pic.twitter.com/afXmMkapmh
— PIB Fact Check (@PIBFactCheck) June 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement