શોધખોળ કરો

Sanjay Singh Remand: લીકર પોલિસી કેસમાં સંજય સિંહને 5 દિવસના રિમાન્ડ, જાણો સુનાવણી સમયે કોણે શું કરી દલીલ

Sanjay Singh Remand: ગુરુવારે (5 ઑક્ટોબર) દિલ્હી લીકર પોલીસી કેસમાં કોર્ટમાંથી સંજય સિંહના રિમાન્ડની માંગણી કરતી વખતે, EDએ દલીલ કરી હતી કે કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે.

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને ગુરુવારે (5 ઓક્ટોબર) રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. દિલ્હી લિકર પોલિસી કેસમાં સુનાવણી દરમિયાન EDએ દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં સિંહ હવે 10 ઓક્ટોબર સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં રહેશે અને આ દરમિયાન તેમની પૂછપરછ કરવામાં આવશે.

કેટલાંક કલાકોના  દરોડા અને પૂછપરછ બાદ બુધવારે (4 ઓક્ટોબર) નોર્થ એવેન્યુ પરના તેમના સત્તાવાર નિવાસસ્થાને ED દ્વારા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. EDનો આરોપ છે કે કેટલાક ડીલરોને ફાયદો કરાવવા માટે કથિત રીતે લાંચ લેવામાં આવી હતી.

કઈ દલીલો આપવામાં આવી?

આ કેસમાં સુનાવણી દરમિયાન AAP નેતા સંજય સિંહે કોર્ટમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. જેના કારણે આ લોકો આ કામ કરાવી રહ્યા છે. સિંહનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મોહિત માથુરે કહ્યું હતું કે ધરપકડ કયા આધારે કરવામાં આવી છે તે જણાવવું જોઈએ. અમને રિમાન્ડ પેપર આપવામાં આવે.સિંહના વકીલની દલીલ પર EDએ કહ્યું કે, તે આપશે. આ પછી તરત જ તેને રિમાન્ડ પેપર આપવામાં આવ્યું હતું.

EDએ શું કહ્યું?

EDના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, બે અલગ-અલગ વ્યવહારો થયા હતા. જેમાં કુલ રૂ.2 કરોડનો વ્યવહાર થયો છે. દિનેશ અરોરાના નિવેદન મુજબ, તેણે ફોન પર ટ્રાન્ઝેક્શન સ્વીકાર્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીના રિમાન્ડ પેપરમાં સંજય સિંહના ઘરે પૈસાની લેવડ-દેવડનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ હપ્તામાં 1 કરોડ રૂપિયા અને બીજા હપ્તામાં 1 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ સંજય સિંહના ઘરે થયું હતું.

ન્યાયાધીશે કયા પ્રશ્નો પૂછ્યા?

ન્યાયાધીશે પૂછ્યું, તમે પહેલેથી જ ફોન લઈ લીધો છે અને સીડીઆર કાઢી લેશો તો તેમાં  કન્ફન્ટ કરીશું.. તેના પર EDના વકીલે કહ્યું કે, સંજય સિંહના ફોનમાંથી મળેલા નંબર અને ડેટાને લઈને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.રિમાન્ડની માંગણી કરતી વખતે EDએ કહ્યું હતું કે સંજય સિંહના ઘરમાંથી મળેલા પુરાવા અંગે પૂછપરછ કરવી જરૂરી છે.

કોર્ટનો સવાલ?

કોર્ટે પૂછ્યું કે શું તમે ફોનનો કબજો લીધો? EDના વકીલે હામાં જવાબ આપ્યો. ત્યારે કોર્ટે કહ્યું કે જ્યારે તમારી પાસે ફોન છે તો આરોપીનો રૂબરૂ મુકાબલો કરવાની શું જરૂર છે. તમે કોઈપણ રીતે ડેટા કાઢી શકો છો.

સંજય સિંહે શું કહ્યું?

સંજય સિંહે EDના આરોપો પર કહ્યું કે તેઓ ખોટું બોલી રહ્યા છે. કોર્ટે પૂછ્યું કે શું સિંહના કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે? જ્યારે EDને આ સોદાની ઘણા સમયથી જાણ હતી, તો પછી હવે શા માટે ધરપકડ કરી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget