શોધખોળ કરો
વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થી સંઘની ચુંટણીમાં NSUI જીત નિશ્ચિત
વડોદરાઃ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચુંટણીમાં NSUI ની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.. હાલમાં વિદ્યાર્થી સંઘની ચુંટણીમાં મહત્વની 2 પોસ્ટ યુજીએસ અને વીપી એમ બંને બેઠકો પર NSUIનો વિજય નિશ્ચિત છે. NSUIના યુજીએસનો ઉમેદવાર હિતેશ બત્રા છે. જ્યારે વીપીના ઉમેદવાર પ્રિયંકા પટેલનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. હાલમાં મનપાના વિપક્ષ નેતા અને કૉંગ્રેસ અગ્રણીઓ એમએસ. યુનિ પહોંચ્યા છે.
આજે વિદ્યાર્થી સંઘની ચુંટણીમાં મતદાન યોજાયું હતું. જેમાં 50 ટકાથી પણ ઓછુ મતદાન નોંધાયુ હતું. બે વર્ષ બાદ યોજાયેલી આ ચુંટણીમાં 36 હજાર 115 વિદ્યાર્થીઓએ મતદાન કર્યુ. UGSના 1 પદ માટે 6 ઉમેદવાર અને VPના 1 પદ માટે 16 ઉમેદવાર મેદાનમાં છે. ચુંટણી પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે પ્રચાર મુદ્દે ઘર્ષણ જોવા મળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 350નો પોલીસ કાફલો યુનિવર્સિટીમાં તૈનાત કરવામાં આવ્યો હતો. સાથે ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે બનાવેલી ઓબ્ઝર્વર કમિટી સતત મતદાન મથકે જોવા મળી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement