શોધખોળ કરો

PM Surya Ghar Muft Bijli Yojana: સોલાર રૂફટોપ સ્કિમને મળી મંજૂરી, 78,000 રૂપિયાની સબસિડી આપશે સરકાર

Cabinet Decisions : 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, અરજદારો 7 ટકાના વ્યાજ દરે કોલેટ્રલ ફ્રી લોન લઈ શકશે.

PM Surya Ghar Muft Bijli Yojana: સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 75,021 કરોડ રૂપિયાના રોકાણ સાથે દેશના 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. જે  1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપશે.

78000 રૂપિયા સુધીની સબસિડી મળશે

આ યોજના હેઠળ, 2 કિલોવોટ સિસ્ટમના રહેણાંક રૂફટોપ સોલાર માટે, સિસ્ટમની કુલ કિંમતના 60 ટકા કેન્દ્રીય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 2 થી 3 કિલોવોટ સિસ્ટમની કિંમતના 40 ટકા સુધી નાણાકીય સહાય આપવામાં આવશે. 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર જ નાણાકીય સહાયની જોગવાઈ હશે. આનો અર્થ એ થયો કે સરકાર 1 kW સિસ્ટમ પર રૂ. 30,000, 2 kW સિસ્ટમ પર રૂ. 60,000 અને 3 kW સિસ્ટમ પર રૂ. 78,000 સુધીની સબસિડી આપશે.

રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સસ્તી લોન મળશે

તમારા ઘરે રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી મેળવવા માટે, તમારે રાષ્ટ્રીય પોર્ટલ પર અરજી કરવી પડશે અને તેને ઇન્સ્ટોલ કરવા માટે વેન્ડરની પસંદગી  કરવી પડશે. અરજદારોને નિર્ણયો લેવાનું સરળ બનાવવા માટે સિસ્ટમના કદ, લાભ કેલ્ક્યુલેટર અને વેન્ડર રેટિંગની માહિતી રાષ્ટ્રીય પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. તેમના ઘરે 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, અરજદારો 7 ટકાના પોસાય તેવા વ્યાજ દરે કોલેટરલ ફ્રી લોન લઈ શકશે.

કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, ઘરો વીજળીના બિલ બચાવી શકશે અને વધારાની વીજળી ડિસ્કોમને વેચીને પૈસા કમાઈ શકશે. 3 કિલોવોટ રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા સરેરાશ 300 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. આ યોજના દ્વારા રહેણાંક ક્ષેત્રમાં 30 ગીગાવોટ સોલાર ક્ષમતા ઉભી કરી શકાય છે. 1000 BU વીજળી ઉત્પન્ન કરી શકાય છે અને 720 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને આગામી 25 વર્ષમાં રૂફટોપ સોલાર સિસ્ટમના જીવનકાળમાં ઘટાડી શકાય છે.

17 લાખ લોકોને રોજગાર મળશે

સરકારે કહ્યું કે, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, 17 લાખ ડાયરેક્ટ જોબ મેન્યુફેકચરિંગ, લોજિટિક્સ, સપ્લાય ચેન,સેલ્સ, ઇન્ટોલેશન, એએન્ડએમ અને બીજી સર્વિસિઝ પેદા કરી શકાય છે.જે લોકો આપના ઘર પર રૂફ ટોપ સોલાર લગાવવામાં ઇચ્છે છે. https://pmsuryaghar.gov.in પર જઇને રજિસ્ટ્રર કરાવવું પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો
Embed widget