શોધખોળ કરો

22 વર્ષ પહેલા ગૂમ થયેલા પુત્રનું પરિવાર સાથે થયું મિલન, પુત્રના શરીરના ઇજાના નિશાનથી પિતાએ કરી ઓળખ

અમેઠીમાં એક ફિલ્મી સ્ટોરી જેવી ઘટના બની, 22 વર્ષ પહેલા ગૂમ થયેલો પુત્ર અચાનક ગામમાં ભિક્ષા માટે આવ્યો અને પિતાએ તેના ઇજાના નિશાનથી તેમની ઓળખ કરી. જાણીએ શું છે સંપૂર્ણ કહાણી

22 વર્ષ પહેલા ગુમ થયેલો પુત્ર જ્યારે અમેઠીમાં જોગીના રૂપમાં ભિક્ષા માંગવા આવ્યો ત્યારે તેની ઓળખ ઈજાના નિશાનથી થઈ હતી. હવે તેમના ઘરે પરત ફરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પિતા હવે 22 વર્ષ પછી જોગી તરીકે ઘરે પરત ફરેલા પુત્રની વાપસી માટે પોતાનું ખેતર ગીરવી રાખવાની તૈયારી કરી રહ્યા છે. વાસ્તવમાં જોગી બનેલો યુવક ભંડારાનું આયોજન કરીને જ ઘરે પરત ફરશે. પરિવારના સભ્યો આ માટે 3 લાખ 60 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.

ખરૌલી ગામનો રતિપાલ દિલ્હીમાં કામ કરે છે. તેમનો પુત્ર પિંકુ ફેબ્રુઆરી 2002માં ગુમ થયો હતો. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો. આ અંગે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 27 જાન્યુઆરીએ એક યુવક સારંગી વગાડતા જોગીના વેશમાં ગામમાં પહોંચ્યો અને તેણે તેની  જાણ ગામના લોકોને થઇ તેના કાકાએ તેની ઓળખ પણ કરી પછી ગામલોકોએ તેના પિતાને આ બાબતની જાણ કરી.

માહિતી મળતાં જ રતિપાલ ગામમાં પહોંચ્યો અને પુત્રને મળ્યો. તેના પેટ પર ઈજાના નિશાન જોતા તેની ઓળખ પિંકુ તરીકે થઈ હતી. તેના ઘરે પરત ફરવા માટે પરિવારજનોએ ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ, પિતાને મળ્યા બાદ તે ગામમાંથી મળેલી ભિક્ષા લઈને ચાલ્યો ગયો હતો. બાની ગામનો રહેવાસી સંતોષ સિંહ પણ જોગીના વેશમાં તેની સાથે હતો. કહેવાય છે કે તે પણ સાત વર્ષ પહેલા ગુમ થઈ ગયો હતો. હવે તેના પરિવારના સભ્યો પણ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાકા ફોજદારે જણાવ્યું કે ફોટા પરથી ઓળખ થઈ ગઈ છે અને ઘરે પરત ફરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

સાધુ સાથે મુલાકાત બાદ બદલી ગઇ જિંદગી

રતિપાલે જણાવ્યું કે 11 વર્ષની ઉંમરે ગુમ થયેલ પિંકુ દિલ્હીમાં એક સંતને મળ્યો હતો. આ પછી તે તેમની સાથે સાધુનું જીવન જીવવા લાગ્યો. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ ભિક્ષા લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.

પિતા રતિપાલે જણાવ્યું કે તેમના પુત્રના ઘરે પરત ફરવા માટે ગોરખપુરમાં ભંડારાનું આયોજન કરવું પડશે. જેમાં ત્રણ હજાર સાધુઓ ભાગ લેશે. દક્ષિણા માટે 360 રૂપિયાના  ભોજન માટે 10 લાખ 80 હજાર રૂપિયાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ઘણી આજીજી બાદ હવે 3 લાખ 60 હજાર રૂપિયાની ચૂકવણી પર પુત્રને પરત કરવા સંમત થયા છે. પિતા આ રકમ માટે ખેતર ગીરવી મૂકવાની તૈયારી કરી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Embed widget