શોધખોળ કરો
PM મોદીના મતદારક્ષેત્ર વારાણસીથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે સોનિયા ગાંધી

નવી દિલ્લી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આવતીકાલે 2જી ઓગસ્ટે યુપીના વારાણસીમાં રોડ શો કરશે. ઉલ્લેખનીય છે કે 2017માં યુપીમાં વિધાનસભાની ચુંટણી યોજનારી છે. જેના ભાગરૂપે સોનિયા ગાંધી અને પાર્ટીએ આ રોડ શોનું આયોજન કર્યું છે. મળેલી માહિતી મુજબ આ રોડ શોમાં કોંગ્રેસ પાર્ટીના ઘણા કાર્યકરો અને સમર્થકો ભાગ લેશે. આ રોડ શો 8 કિમીની અંતરનું રહેશે, અને વારાણસી શહેરના વ્યસ્ત અને સાંકડી ગલીઓ માંથી પસાર થશે. વારાણસીમાં આ રોડ શો દરમિયાન સોનિયા ગાંધી રસ્તામાં આવતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, અને પોતાના પતિ અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પ્રતિમા ઉપર માળા અર્પણ કરશે.વારાણસીમાં રોડ શોની અલાવા સોનિયા એક નાનકડું ભાષણ આપે એવી શક્યતા છે. અને પૂર્વ મુખ્યમંત્રી પંડિત કમલાપતિ ત્રિપાઠીની પ્રતિમા ઉપર પણ માળા અર્પણ કરે એવી પણ શક્યતા છે. યુપીની ચુંટણીને ધ્યાનમાં રાખીને સોનિયા ગાંધીએ આખી રણનીતિ તૈયાર કરી જેના ભાગરૂપે સોનિયા સરકિટ હાઉસમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મગુરુઓથી મુલાકાત કરશે એવી ચર્ચા છે.વારાણસી શહેર પોતાના ધાર્મિક સ્થલો અને ગંગાના ઘાટોની સાથે-સાથે હવે, મોદીના સંસદીય ક્ષેત્ર હોવાના કારણે દેશ ભરમાં ચર્ચામાં રહે છે, અને મોદી વિરુદ્ધ લડાઈ લડવા માટે સોનિયા ગાંધીએ શિવનગરી કાશીની પસંદગી કરી છે. મોદીના સંસદીય ક્ષેત્રથી સોનિયા સ્વચ્છ ભારત અભિયાન, ગંગાની સફાઈ. ગરીબી, અને ઓછા વિકાસ જેવા મુદ્દા લઈને ભાજપ અને પ્રધાનમંત્રી મોદી ઉપર હુમલો કરશે એવી શક્યતા છે. આ રોડ શોમાં સોનિયા સાથે કોંગ્રેસના અગ્રણી નેતા ગુલામ નબી આઝાદ અને યુપીના સીએમ ઉમેદવાર શીલા દિક્ષિત પણ હાજર રહેશે.
વધુ વાંચો




















