Viral: બહેનની વિદાય સમયે ચોધાર આંસુએ રડી પડ્યાં આ ક્રિકેટર, જુઓ ખેલાડીનો ઇમોશનલ વીડિયો
Wanindu Hasaranga: શ્રીલંકાના સ્ટાર સ્પિનર ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા તેની બહેનના લગ્નમાં એટલા ભાવુક થઈ ગયા કે તે બાળકની જેમ ચૌધાર આંસુએ રડી પડયાં.
Wanindu Hasaranga:શ્રીલંકાના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પોતાની કેપ્ટનશિપમાં લંકા પ્રીમિયર લીગ જીતનાર વાનિન્દુ હસરંગા તેની બહેનના લગ્નમાં ખૂબ જ ભાવુક દેખાયા અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. હસરંગાનો આ વીડિયો ઘણો જ ઈમોશનલ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો મુજબ હસરંગા તેની બહેનના લગ્નમાં વિદાય સમયે ખૂબ જ રડતો જોવા મળે છે. રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બહેન વળગીને રડેછે. તેની આંખોમાં આંસુ આવી જાય છે. આ પછી હસરંગા તેની બહેનને તે ભેટી પડે છે. આ વીડિયો ખૂબ જ ઈમોશનલ છે. આ વીડિયોને ખૂબ જ ઝડપથી શેર પણ થઇ રહ્યો છે.
Wanindu Hasaranga got emotional on his sister's wedding. pic.twitter.com/bHUU0GRwjN
— CricketMAN2 (@ImTanujSingh) August 26, 2023
હસરંગાએ તાજેતરમાં લંકા પ્રીમિયર લીગ જીતી હતી
2023માં રમાયેલી લંકા પ્રીમિયર લીગમાં, વાનિન્દુ હસરાંગાની આગેવાની હેઠળની બી-લુવ કેન્ડીએ જીત મેળવી હતી. હસરંગા ઈજાના કારણે ફાઈનલ મેચ રમી શક્યો ન હતો. પરંતુ બાકીની ટૂર્નામેન્ટમાં તે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. હસરંગા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર, સૌથી વધુ વિકેટ લેનાર, સૌથી વધુ બેટિંગ સ્ટ્રાઈક રેટની ,સાથે તેમના , સૌથી વધુ સિક્સર, શ્રેષ્ઠ બોલિંગ એવરેજ અને શ્રેષ્ઠ બોલિંગ ફિગર હતા. ઈજાના કારણે તેના માટે એશિયા કપ 2023માં રમવું મુશ્કેલ થઈ શકે છે.
અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
હસરંગાએ અત્યાર સુધી તેની કારકિર્દીમાં 4 ટેસ્ટ, 48 ODI અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 4 વિકેટ, વનડેમાં 67 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 91 વિકેટ લીધી છે. આ સિવાય બેટિંગ કરતી વખતે તેણે ટેસ્ટમાં 196 રન, વનડેમાં 832 રન અને T20 ઈન્ટરનેશનલમાં 533 રન બનાવ્યા છે. હસરંગાએ જુલાઈ 2017માં ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો
Asia Cup 2023: કોહલીની બેટિંગ પોઝિશન બદલવાની જરૂર, આ દિગ્ગજ ખેલાડીએ શા માટે આપી આવી સલાહ
'મારી પત્નીને કેમ મોકલતા નથી' - ગિન્નાયેલા જમાઇએ સાસુના મોંઢા પર ફેંક્યુ એસિડ, સાસુની હાલત ગંભીર