'મારી પત્નીને કેમ મોકલતા નથી' - ગિન્નાયેલા જમાઇએ સાસુના મોંઢા પર ફેંક્યુ એસિડ, સાસુની હાલત ગંભીર
સુરતના પુણાગામ કાંગારુ સર્કલ પાસે ગઇકાલે એક વિચિત્ર ઘટના ઘટી હતી, અહીં એક જમાઇએ પોતાના જ સાસુ પર એસિડ એટેક કર્યો
Surat: ગઇકાલે સુરતમાં એક ચોંકાવનારી ઘટના ઘટી, અહીં જમાઇએ પોતાની જ સાસુ ઉપર એસિડ ફેંકીને તેમને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. માહિતી એવી છે, સુરતના પુણા વિસ્તારમાં રહેતા સાસુ જેમનું નામ નીતાબેન છે તેમને ત્યાં જમાઇ જેનુ નામ ગણેશ છે, તે પોતાની પત્નીને લઇને ઝઘડો કરવા ગયો હતો, તેને સાસુ સાથે ઝઘડો કરીને કહ્યું કે, મારી પત્નીને ઘરે કેમ નતી મોકલતા, બસ આટલી વાત બાદ જમાઇએ સાસુના મોંઢા પર એસિડ એટે કરી દીધો હતો. આ સમગ્ર ઘટના શહેરના પુણાગામના કાંગારુ સર્કલ પાસે ઘટના ઘટી હતી. ઇજાગ્રસ્ત સાસુ નીતાબેન સ્મીમેરમાં દાખલ છે.
સુરતના પુણાગામ કાંગારુ સર્કલ પાસે ગઇકાલે એક વિચિત્ર ઘટના ઘટી હતી, અહીં એક જમાઇએ પોતાના જ સાસુ પર એસિડ એટેક કર્યો. પુણા ગામ કાંગારુ સર્કલ પાસે રવિવારી બજારમાં જમાઇએ સાસુ પાસે મારી પત્નીને કેમ નથી મોકલતા તેમ કહીને એસીડ જેવું જ્વલનશીલ પ્રદાર્થ ફેંકી દીધું હતું. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત સાસુને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, આ ઘટનામાં જમાઇની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે.
માહિતી પ્રમાણે, શહેરમાં ગોડાદરા આસપાસ કૌશલનગર સોસાયટીમાં રહેતા નીતાબેન નારાયણભાઈ ભાગવત ગઇ ૧૦મીના રોજ સાંજે પુણાગામ કાંગારુ સર્કલ પાસે ભરાતી રવિવારી બજારમાં દુપટ્ટા વેચવા માટે બેઠાં હતા. આ દરમિયાન તેમનો જમાઇ જેનું નામ ગણેશ નામદેવ લોનારી છે, તે કોઇ અજાણ્યા યુવકને પોતાની સાથે ત્યાં લઇને આવ્યો હતો. અહીં ગણેશ અને સાસુ નીતાબેન વચ્ચે તુતુમેમે થઇ હતી, જમાઇ ગણેશે સાસુ નીતાબેનને કહ્યું કે, મારી પત્ની જ્યોત્સનાને કેમ ઘરે મોકલતા નથી, બસ આટલુ કહીને જોરજોરથી બોલાવા અને બૂમો પાડવા લાગ્યો હતો. નીતાબેને જમાઇને બૂમાબૂમ ના કરવા કહ્યું, આ કારણે આવેશમાં આવી ગયેલા જમાઇ ગણેશે પોતાની પાસેથી એસિડ જેવું જ્વલનશીલ પ્રદાર્થ કાઢ્યુ અને સાસુ નીતાબેનના મોંઢા ઉપર ફેંકી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ સાસુ નીતાબેનની હાલત ગંભીર થઇ ગઇ હતી અને તેમને નજીકની હૉસ્પીટલ સારવાર માટે લઇ જવાયા હતા. હાલ ઇજાગ્રસ્ત થયેલા સાસુ નીતાબેન સ્વીમેર હૉસ્પીટલમાં દાખલ છે. આ બનાવ અંગે પુણા પોલીસે જમાઇ ગણેશની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.