શોધખોળ કરો
ગુજરાતના કયા જાણીતા શહેરમાં એક જ પેટ્રોલપંપના 12 કર્મીઓને કોરોના થતાં કરી દેવાયો બંધ?
ઉધના મગદલ્લા રોડ ગાંધી કુટીર પાસે આવેલ ભારત પેટ્રોલપમ્પને બંધ કરાવાયો છે. મનપા દ્વારા પેટ્રોલપમ્પના 884 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા.

સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાના દૈનિક કેસો રાજ્યમાં સૌથી વધુ છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સુપરસ્પ્રેડર્સ સામેથી શોધવામાં આવી રહ્યા છે.
આ અભિયાનના ભાગરૂપે સુરત મનપા દ્વારા પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક જ પેટ્રોલપમ્પ પર 12 કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. 12 કર્મચારીઓ પોઝિટિવ મળતા પેટ્રોલ પમ્પ બંધ કરાયો છે.
ઉધના મગદલ્લા રોડ ગાંધી કુટીર પાસે આવેલ ભારત પેટ્રોલપમ્પને બંધ કરાવાયો છે. મનપા દ્વારા પેટ્રોલપમ્પના 884 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા,જેમાં 16 પોઝિટિવ મળી આવ્યા,16 પૈકી 12 માત્ર એક જ પેટ્રોલ પમ્પ પર મળી આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
ક્રિકેટ
ખેતીવાડી
ઓટો
Advertisement
