Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો ત્યારે દીકરીને તેના ભાઇને સોંપીને જતા હતા

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 13 વર્ષના ભાઇએ ગુસ્સામાં આવીને પોતાની એક વર્ષની બહેનની હત્યા કરી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના નાનપુરામાં 13 વર્ષીય ભાઈએ 1 વર્ષની બહેનની હત્યા કરી હતી. રડી રહેલી બહેનનું ઓશિકાથી મોઢું અને બાદમાં ગળુ દબાવી ભાઇએ હત્યા કરી હતી. બાળકીના મોતના પગલે પરિવારે પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થયાનો ખુલાસો થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં આવીને બહેનની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. 13 વર્ષીય સગીર વર્ષ પહેલા મુંબઈથી સુરતમાં માસીના ઘરે આવ્યો હતો. આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો ત્યારે દીકરીને તેના ભાઇને સોંપીને જતા હતા. એક વર્ષીય દીકરી રડતી હોવાથી ભાઈએ કંટાળીને તેની હત્યા કરી હતી.
સતત રડી રહેલી બહેનનું મોઢું દબાવવા છતાં બહેન રડતાં તેના 13 વર્ષના ભાઇએ ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ હત્યા કર્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પૂછપરછમાં 13 વર્ષના ભાઇએ ખુલાસો કર્યો હતો કે બહેન સતત રડતી હોવાથી તેણે ગળું દબાવીને તેની હત્યા કરી હતી. નોંધનીય છે કે અઠવાલાઇન્સ પોલીસે ગંભીર ગુનાને લઈ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરની અટકાયત કરી હતી. હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. તે ઘરે એકલો હોઈ આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો, ત્યારે દીકરીને સોંપીને જતો હતો. એક વર્ષની બહેન સતત રડતી હોવાથી કંટાળીને ભાઇએ તેની હત્યા કરી નાખી હતી.
પતિએ કર્યો પત્નીની હત્યાનો પ્રયાસ
એક મહિલાએ બીજી દીકરીને જન્મ આપતા પતિ અને તેની નણંદ ખૂબ નારાજ થયા હતા અને મહિલાને ઝેર પીવડાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના પુણામાં પરણિતાના હત્યાના પ્રયાસથી ખળભળાટ મચી ગયો હતો.
Crime News: મહિલાએ આપ્યો બીજી દીકરીને જન્મ, પતિએ મોઢું દબાવ્યું અને નણંદે પીવડાવ્યું ઝેર





















