શોધખોળ કરો
Advertisement
સુરતમાં લાલુ જાલિમને મિત્રોની સાથે બર્થ-ડે ઉજવવી ભારે પડી? પોલીસે કેવી રીતે પકડ્યાં તે જાણીને ચોંકી જશો
સમગ્ર ગુજરાતમાં લોકડાઉનને લઈને કડક અમલ કરવામાં આવી રહ્યો છે જોકે લોકો પાલન કરી રહ્યાં નથી ત્યારે જાહેરમાં લોકો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે જેને અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉનને લઈને કડક અમલ કરવામાં આવી રહ્યો છે જોકે લોકો પાલન કરી રહ્યાં નથી ત્યારે જાહેરમાં લોકો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે ત્યારે સુરતમાં લાલુ જાલિમે લોકડાઉનનો ભંગ કરી જાહેરમાં કેક કાપીને બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સુરતમાં લોકડાઉનનો ભંગ કરતો કિસ્સો કરતો સામે આવ્યો છે. ત્યારે શહેરમાં લાલુ જાલિમે લોકડાઉનનો ભંગ કરીને જાહેરમાં કેક કાપીને બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં મિત્રો અને અન્ય વ્યક્તિઓએ જોવા મળ્યાં હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બર્થ-ડે સેલિબ્રેશન કરતાં હતાં ત્યારે કોઈ મિત્રએ આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે પોલીસના હાથે લાગતાં આ તમામ સામે કાર્યવાહી કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકોએ લોડકાઉનનો ભંગ કર્યો હતો જેના કારણે આ તમામ 15 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીને કલમ 135 મુજબ ગુનો દાખલ કરવાાં આવ્યો છે.
અમરોલીમાં કુખ્યાત લાલુ જાલિમ સહિત 15ની ધરપકડ કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન લોક ટોળું ભેગું કરીને તલવાર વડે કેક કાપી હતી. 25થી વધુ લોકોને ભેગા કરીને કેક કાપી હતી. આ બર્થ-ડના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અમરોલી પોલીસે લાલુ જાલિમ સહિત 15 લોકોની ધરપડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement