શોધખોળ કરો
Advertisement
સુરતઃ સાવકા પિતા સાથે રહેતી 15 વર્ષની છોકરીને કોની સાથે બંધાયા શારિરિક સંબંધ કે પ્રેગનન્ટ થઈ ગઈ ? જાણો ચોંકાવનારો કિસ્સો
સગીરાને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. અહીં તપાસમાં સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
સુરતઃ સાવકા પિતા સાથે રહેતી 15 વર્ષીય સગીરાને 4 મહિનાના ગર્ભ રહી જતા ચકચાર મચી ગઈ છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. અહીં તપાસ કરતાં બાળકી ગર્ભવતી હોવાનો ધડાકો થયો હતો. આથી કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસની પૂછપરછમાં કિશોરી પોતાને ગર્ભ કેવી રીતે રહી ગયો તે અંગે અજાણ હોવાનું રટણ કરી રહી છે.
મળતી વિગતો પ્રમાણે, કતારગામમાં રહેતી સગીરા માતાના ગર્ભમાં હતી, ત્યારે તેની માતાએ એક આધેડ સાથે મૈત્રી કરાર કર્યા હતા. તેમજ તેની સાથે રહેતી હતી. લાંબા સમય સુધી તેની સાથે રહ્યા બાદ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. માતા લગ્ન પછી દીકરીને આધેડ પાસે જ મૂકીને જતી રહી હતી.
દરમિયાન સગીરાને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. અહીં તપાસમાં સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં સગીરાએ તે કેવી રીતે ગર્ભવતી બની તે અંગે કંઇ જ ખબર ન હોવાનું રટણ કરી રહી છે. જેને કારણે પોલીસ પણ મુંજવણમાં મુકાઈ છે.
પોલીસે સાવકા પિતાની પણ ઉલટ તપાસ કરતી હતી, પરંતુ તેમાં પણ પોલીસને કોઈ સફળતા મળી ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સગીરાના માતા, સાવકા પિતા સહિતનાની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement